Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિણામ:ચીખલી કોલેજ સતત બીજા વર્ષે વીર દ.ગુ. યુનિ. ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

    1 day ago

    વીર નર્મદ દ.ગુ.યુનિ. ઇન્ટર કોલેજ ડી-ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ચીખલીની એમ.આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ.એલ.કે. કોમર્સ કોલેજ ચીખલી દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં 31 કોલેજોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી કોલેજમાં નવસારી એસ.એસ. અગ્રવાલ કોલેજ અને એમ.આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ. એલ.કે.કોમર્સ કોલેજ ચીખલી કોલેજ વચ્ચે રમાઇ હતી. જેમાં ચીખલી કોલેજે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી નિર્ધારીત 50 ઓવર મેચમાં 299 રન બનાવ્યા હતા. જેમા ચીખલી કોલેજ તરફ્થી અમન વમન 152 બોલમાં 108 રન નોટઆઉટ, કેપ્ટન સુજલ જીવાણી 38 બોલમાં 70 રન બનાવ્યા હતા. જ્યારે આદિત્ય રાય 48 બોલમાં 48 રન અને આદિત્ય યાદવ 33 બોલમાં 43 રનનો મુખ્ય ફાળો રહ્યો હતો. જેના જવાબમાં નવસારીની અગ્રવાલ કોલેજ 25.4 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ જતાં ચીખલી કોલેજે 184 રનથી જીત મેળવી હતી. જેમાં ચીખલી કોલેજ વતી હર્ષલ સોલંકીએ 5 વિકેટ, વિનોદ ચૌધરીએ 3 વિકેટ અને આદિત્ય રાય એ 2 વિકેટ ઝડપી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ આદિત્ય રાય જાહેર કરાયો હતો. તેઓએ 48 રન અને બે વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં ચીખલી કોલેજે સતત બીજા વર્ષે ચેમ્પિયનશીપ હાંસલ કરી છે અને છેલ્લા 10 વર્ષમાં 8મી વખત ચેમ્પિયન બની છે તેમજ વીર નર્મદ દ.ગુ.યુનિ સુરત ઇન્ટર ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 માટે ક્વોલિફાય પણ કરી લીધું છે.
    Click here to Read More
    Previous Article
    મનપા એક્શન મોડમાં:નવસારીમાં ખાનગી પ્લોટમાં ગંદકી થવા મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ
    Next Article
    સેવા સેતુ કાર્યક્રમ:બીલીમોરા પાલિકાના સેવાસેતુ કેમ્પમાં 790 અરજીનું સ્થળ પર જ નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment