Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:દુવાડા પાટિયા પાસે ટેકનિકલ ‎ખામી સર્જાતા પીકઅપ પલટી‎

    1 day ago

    24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 પર દુવાડા પાટિયા પાસે બુધવારે પીકઅપ પલટી જતા અકસ્માત નોંધાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ ઇજા કે જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી. અમદાવાદથી મુંબઈ જતી લાઇનમાં અમદાવાદથી મુબઈ તરફ જતી પીકઅપ વહેલી સવારે 5 કલાકે એંધલના દુવાડા પાટિયા આગળથી પસાર થઇ રહી હતી. દરમિયાન સાંઈ સીતારામ હોટલની સામે પીકઅપમાં ટેકનિકલ ખામી સર્જાતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માત જોતા જ વાહનચાલકો દોડી આવી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને ટ્રાફિક જામ થતા જ હાઇવે પેટ્રોલિંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી 1 કલાકમાં પીકઅપને ક્રેઈનની મદદથી સાઈડમાં ખસેડી હાઇવે ખુલ્લો કર્યો હતો. આમ આવા અકસ્માતો બાદ હાઇવે પર પડેલ અકસ્માતગ્રસ્ત વાહનોના કાચ કે અન્ય સામાનની સાફસફાઈ થતી નથી. જેને લઈને ફરી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. એંધલ પાસે પણ બે દિવસ પહેલા પીકઅપ અને લક્ઝરી વચ્ચે વહેલી સવારે અકસ્માત નોંધાયો હતો. જેમાં અકસ્માતગ્રસ્ત વાહનોના કાચ એંધલ કટ પાસે ત્રણ ચાર દિવસથી પડ્યાં છે. જેની સાફસફાઇની જવાબદારી સંભાળનાર કંપનીની બેદરકારી સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલની સહજતા અને આત્મીયતા:રૂમલામાં રાજ્યપાલે આદિવાસી પરિવાર સાથે સંવાદ કરી સાદા ભોજનનો આસ્વાદ માણ્યો
    Next Article
    ખરાબ મોસમના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ:નાનાપોંઢા વિસ્તારમાં આંબાવાડીમાં કેરીના પાકથી ખેડૂતો બન્યા ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment