Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:શહેરમાં વેરો ન ભરનાર બે મિલકત સીલ કરાઈ

    1 day ago

    જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમે બુધવારે પણ કડક હાથે બાકી મિલકતવેરો ઉઘરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ બે મિલકતો સીલ કરી હતી. તો અનેક મિલકતધારોકે આખરી નોટીસ આપવામાં આવી છે. શહેરમાં બાકી મિલકતવેરો વસુલ કરવા માટે મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમે આકરી કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા જ ત્રણ મિલકતો સીલ કર્યા બાદ બુધવારે ફરી રણજીતસાગર રોડ ઉપર આવેલી એક મિલકત રૂ.1,15,338નો વેરો વસુલ કરવા માટે નેશનલ ફલોરમીલ સીલ કરવામાં આવી છે. તેમજ શહેરના ખંભાળીયા ગેટ બહાર એસીબી ઓફિસની સામે આવેલી મતવા નુરમામદ ઉંમરની મિલકતના રૂ.1,55,204 બાકી હોય, જેથી તે પણ સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં દશ જેટલા સ્થળોએ આખરી નોટિસ આપવામાં આવી છે અને બાકી મિલકતવેરો ભરવા માટેની આગામી તા.31 માર્ચ આખરી તારીખ આપવામાં આવી છે. જો ત્યાં સુધીમાં વેરો નહિં ભરે તો આગામી દિવસોમાં મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:જામનગર જિલ્લામાં 12 વર્ષમાં 45,879 મહિલાઓ માટે 181 ટીમ બની સુરક્ષા કવચ
    Next Article
    વાતાવરણ:ઉનાળાના પ્રારંભ સાથે મહત્તમ પારો 37 ડિગ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment