Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:જામનગર જિલ્લામાં 12 વર્ષમાં 45,879 મહિલાઓ માટે 181 ટીમ બની સુરક્ષા કવચ

    1 day ago

    જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળ કામગીરીના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સેવાની સિદ્ધિઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 45,879 મહિલાઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર જઈને કાઉન્સિલર અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાની 9,563 મહિલાઓને સીધી મદદ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં 860 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી 628 કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં સફળતા મળી છે. ગંભીર પ્રકારની સમસ્યા ધરાવતી 202 પીડિતાઓને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર કે આશ્રયગૃહ જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી ન્યાય અપાવવાની ઉમદા કામગીરી પણ જામનગરની અભયમ ટીમ દ્વારા કરવામાં આવી છે.આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે ખરા અર્થમાં ‘અભય’ બનીને આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહી છે.જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષમાં 45 હજારથી વધુ મહિલાઓ માટે 181 અભયમ બની સુરક્ષાનું સશક્ત કવચ. પેનિક બટન-ફોન શેકિંગ જેવા ફીચર્સ બન્યા સુરક્ષિત ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવવા માટે 181 મોબાઈલ એપ પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એપમાં રહેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા અદભૂત ફીચર્સ મુશ્કેલીના સમયે પીડિતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે, જેથી ફોન કર્યા વગર પણ ત્વરિત મદદ મળી શકે છે. માત્ર હિંસા જ નહીં, પરંતુ સાયબર ગુના, લગ્ન જીવનના વિખવાદો સહિતની માહિતી આપે છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:મોમાઈનગરમાંથી જુગાર રમતી 8 મહિલા ઝડપાઈ
    Next Article
    કામગીરી:શહેરમાં વેરો ન ભરનાર બે મિલકત સીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment