Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારમાં શોક વ્યાપ્યો:શહેરમાં જમવા બાબતે દંપતી વચ્ચે ઝગડો, પત્નીનો આપઘાત

    2 days ago

    જામનગર શહેરમા પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે સામાન્ય થયેલી બોલાચાલીમાં પત્ની ઉગ્ર સ્વભાવના હોવાથી મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ, સનસીટી-1માં રહેતા નાજીમાબેન અહેસાનભાઈ ઉમરભાઈ સંધાર (ઉ.વ.44) નામની મહિલાએ ગત તા.2ના સવારમાં રૂમમાંથી બેશુદ્વ હાલતમાં મળી આવતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નાજીમાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બનાવ અંગેની અહેસાનભાઈ ઉમરભાઈ સંધારે પોલીસમાં જાહેર કરતા એએસઆઈ ડી.વી.પરમાર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં પતિએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને પત્ની નાજીમાબેન સાથે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. પત્ની ઉગ્ર સ્વભાવના હોય અને નાની-નાની વાતે ગુસ્સે થઈ જતા હતાં. જેથી આ બાબતે મનમાં લાગી આવતા ગત તા.1ના રાત્રીના વહેલી સવાર સુધીમાં માંકડ મારવાની જંતુનાશક ઝેરી દવા પી જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. બનાવથી શોક છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:શહેરના ભરચક્ક વિસ્તારમાં વેપારીને 4 શખસે ધમકી આપી
    Next Article
    ફરિયાદ:શહેરમાં કોર્પોરેટરના ભાઈની હોટલે 3 શખસોનું દંગલ, તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment