Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:બગસરાના ખીજડીયા કોટડા ગામે ભત્રીજાનો કાકા પર કુહાડીથી હુમલો

    1 day ago

    બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામે પરિવારિક ઝઘડો શાંત કરાવવા ગયેલા વૃદ્ધ પર ભત્રીજાએ કૂહાડીથી હુમલો કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૂળ ખીજડીયા કોટડા અને હાલ જુનાગઢના વિસાવદર તાલુકાના રામપરા ખાતે રહેતા લાખાભાઇ ગોબરભાઇ માધડ (ઉ.વ.60) મજૂરી કામ કરતા હોય ગત સાંજે 7:30 વાગ્યે ખીજડીયા કોટડા ગામે તેમના ભાભીના પાણીઢોળમાં આવેલા હતા. તે સમયે તેઓ તથા તેમની પત્ની કંકુબેન તેમના ભાઇ નથુભાઇના ઘરે બેઠા હતા. આ દરમિયાન લાખાભાઇના ભત્રીજા હરેશ ઉર્ફે જીગો માધડ, જે પોતાના ભાઇ રાહુલ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ઝઘડો વધતો જોઈ લાખાભાઇ તેમને સમજાવવા તેમના ઘરે ગયા હતા. પરંતુ જીગાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. આગળ વધીને તેણે ઘરમાં પડેલી કૂહાડી લઈ લાખાભાઇના માથામાં એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. સાથે જ હાજર અન્ય લોકોને પણ ઢીકાપાટુનો મુઢ માર મારી લાખાભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હરેશ ઉર્ફે જીગો માધડ સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ સલામતી સમિતિની બેઠક:અમરેલી શહેરમાંથી પસાર થતાં વ્યસ્ત માર્ગ પર પાલિકા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રાખે: કલેકટર
    Next Article
    દુર્ઘટના:મોટા થાવરીયા પાસે કારનું ગોથું INSના કર્મચારી ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment