Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ સલામતી સમિતિની બેઠક:અમરેલી શહેરમાંથી પસાર થતાં વ્યસ્ત માર્ગ પર પાલિકા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રાખે: કલેકટર

    1 day ago

    અમરેલી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા, રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા ફેટલ બાદ મૃત્યુ થયું હોય તેવા અકસ્માતોમાં એ.આર.ટી ઓ અને ટ્રાફીક પોલીસને સંયુક્ત સ્થળ મુલાકાત કરી અને અકસ્માતનું કારણ ચકાસવા માટે સંયુક્ત કામગીરી કરવા માટે સૂચના આપી હતી. અમરેલી નગરપાલિકાને સાવરકુંડલા બાયપાસ ચોકડથી ગુરૂદત્ત પેટ્રોલ પંપ સુધીના માર્ગે શહેરની હદમાંથી પસાર થતા વ્યસ્ત માર્ગ પર સ્ટ્રીટલાઇટ નિયમિત રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્કુલ કોલેજમાં જાગૃત્તિ કાર્યક્રમો હાથ ધરાયા હતાં. વિભાગીય નિયામક એસ.ટી. દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરાયા છે. વાહન ચાલકોની સલામતી જળવાઈ અને ટ્રાફિકને લગતા નિયમોનું પાલન થાય તે માટે હેલમેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ સહિતના કાયદાઓનું વાહચાલકો અસરકારક પાલન કરે તે માટે કલેક્ટરે જરૂરી સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રમાણિકતા:અમરેલીથી વડોદરાની મુસાફરી કરતા યુવાનની રસ્તામાં તબીયત અચાનક લથડતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો
    Next Article
    ફરિયાદ:બગસરાના ખીજડીયા કોટડા ગામે ભત્રીજાનો કાકા પર કુહાડીથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment