Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રમાણિકતા:અમરેલીથી વડોદરાની મુસાફરી કરતા યુવાનની રસ્તામાં તબીયત અચાનક લથડતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો

    1 day ago

    એસટી કર્મચારીની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અમરેલી એસટી ડેપોના કંડક્ટર નકવીબાપુએ સમયસૂચકતા બતાવી એક યુવાનનો જીવ બચાવી એસટી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. અમરેલીથી નાસિક જતી એસટી બસમાં સાળંગપુરથી વડોદરા જવા માટે એક જ ગ્રુપના પાંચ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ બરવાળાથી અંદાજે 2 કિલોમીટર આગળ વધતા તેમાંના એક 22 વર્ષીય યુવાનની તબિયત અચાનક બગડી ગઈ અને તેને ઝટકા આવતાં બેભાન થઈ ગયો હતો. જેને લઈ ફરજ પર રહેલા કંડક્ટર નકવીબાપુએ તરત બસ ઉભી રખાવી યુવકને પાણીનો છંટકાવ કરી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી દર્દીને નજીકની બરવાળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાયો હતો. ઘટના બાદ 108 કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી કે દર્દીનો મોબાઇલ ફોન બસમાં રહી ગયો છે. તપાસ કરતાં અંદાજે રૂ.15 હજાર કિંમતનો મોબાઇલ મળી આવ્યો હતો. બાદમાં દર્દીના મામા રાકેશભાઈ સોલંકીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આવી મોબાઇલ પરત મેળવી લીધો હતો. અહીં બસના ડ્રાઈવર કાદરભાઈ બિલખિયા અને સુનિલભાઈ રાઠોડનો પણ સહયોગ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:અમરેલીમાં વીજળી સુધારા બિલના સામે વીજ કર્મચારીઓનો વિરોધ
    Next Article
    માર્ગ સલામતી સમિતિની બેઠક:અમરેલી શહેરમાંથી પસાર થતાં વ્યસ્ત માર્ગ પર પાલિકા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રાખે: કલેકટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment