Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:મોટા થાવરીયા પાસે કારનું ગોથું INSના કર્મચારી ઘાયલ

    2 days ago

    જામનગર-કાલાવડ માર્ગ પર મોટા થાવરીયા ગામ પાસે રવિવારે સાંજે પુરપાટ જતા એક બાઈકને બચાવવા જવાના પ્રયાસમાં સ્કોર્પિયો ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયોના ચાલક આઈએનએસ કર્મચારીને ઈજા પહોંચી હતી. બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના બેડી વિસ્તાર પાસે આવેલા આઈએનએસ વાલસુરામાં રહેતા પૂનમચંદ નોપારામ જાખડ (ઉ.વ.29) નામના કર્મચારી ગત રવિવારે સાંજે જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી સ્કોર્પિયોમાં પરત આવતા હતા ત્યારે એમપી-11 પાસીંગની એક મોટરસાયકલના ચાલકે ફુલસ્પીડમાં ડ્રાઈવીંગ કરતા તેને બચાવવા જવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આઈએનએસ વાલસુરાના કર્મચારીની સ્કોર્પિયો કાર ગોથું મારી ગઈ હતી. અકસ્માતમાં પૂનમચંદને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં વાલસુરાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પોંચી ગયા હતા. આ બનાવની પુનમચન્દનું પંચકોશી એ ડિવિઝન પોલીસે નિવેદન નોંધ્યું હતું અને બાઈક ચાલક સામે ગુનો નોંધીને ધરપકડ માટેની શોધખોળ આરંભી છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:બગસરાના ખીજડીયા કોટડા ગામે ભત્રીજાનો કાકા પર કુહાડીથી હુમલો
    Next Article
    ફરિયાદ:શહેરના ભરચક્ક વિસ્તારમાં વેપારીને 4 શખસે ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment