Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની જ્વાળાઓ રસોડા અને ઉદ્યોગો સુધી પહોંચી:અખાતી દેશોમાં ચાલતા યુદ્ધની અસર હવે લોકોના ઘર સુધી પહોંચી, ગેસ સિલિન્ડરનો ભાવમાં પણ ઉછાળો

    21 hours ago

    રશિયા-યુક્રેન અને અખાતી દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે નવસારીના રસોડા અને ઉદ્યોગો સુધી પહોંચી છે. જિલ્લામાં કોમર્શિયલ ગેસની ભયંકર અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. જે સિલિન્ડર થોડા દિવસ પહેલાં ₹1400માં મળતો હતો, તેના કાળા બજારમાં ₹2300 વસૂલવામાં આવી રહ્યા હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠ્યા છે.​ ગેસ એજન્સીઓ પાસે પુરવઠો ખૂટ્યો હોવાના બહાને સંગ્રહખોરો મેદાને પડ્યા છે. ડબલ ભાવ આપવા છતાં સિલિન્ડર ન મળતા હોટલ સંચાલકોમાં રોષ છે. ભાસ્કર ઇનસાઇડ જીઆઇડીસીમાં પ્રોડક્શન ઠપ નવસારી જીઆઈડીસીના ફેબ્રિકેશન અને એન્જિનિયરિંગ યુનિટોમાં ગેસ ન હોવાથી કામકાજ 30 થી 40 ટકા ઘટી ગયું છે. નાના કારીગરોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે. મેનૂ કાર્ડ પર પણ કાતર અનેક હોટલોમાં વાનગીઓ બનાવવાનું બંધ કરી દેવાયું છે. સુરખાઈની ‘તુલસી હોટલ’ જેવા અનેક એકમોમાં અત્યારે માત્ર ચાઈનીઝ આઈટમ્સ પર જ ગાડું ગબડાવાઇ રહ્યું છે. સંગ્રહખોરોને જલસા, પરંતુ જનતાને ફટકો ​અખાતી દેશોની સપ્લાય ચેન ખોરવાઈ હોવાનું કારણ આગળ ધરીને કેટલાક લેભાગુ તત્વોએ ગેસના સિલિન્ડરનો જથ્થો ‘અંડરગ્રાઉન્ડ’ કરી દીધો છે. હોટલ સંચાલકો અને ઉદ્યોગકારોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને 90% થી વધુનો નફાખોરીનો ખેલ ખેલાઈ રહ્યો છે.​"1200નો સિલિન્ડર 2300માં પણ મળતો નથી! અમે ત્રણ દિવસથી ગેસ માટે વલખાં મારી રહ્યા છીએ. તંત્ર ઊંઘમાં છે કે શું? ' અત્યારની સ્થિતિ જોતા કંઇ સમજાતુ નથી. વહીવટી તંત્ર લોકોને માર્ગદર્શન આપે તે જરૂરી બન્યું છે. > રાજ દેસાઇ, હોટલ સંચાલક, નવસારી ઉદ્યોગ જગતની ગંભીર ચેતવણી ​નવસારી જી.આઈ.ડી.સી.ના ઉપપ્રમુખ દેવાંગભાઈ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો સ્થિતિ જલ્દી નહીં સુધરે તો નાના ફેબ્રિકેટરો પાયમાલ થઈ જશે. ગેસના મોંઘા વિકલ્પો વાપરવા નાના ઉદ્યોગકારો માટે અશક્ય છે. સ્ટોક માટે ઉત્પાદન નહીં નવસારી જિલ્લાના બીલીમોરા વિસ્તારમાં આવેલ જીઆઇડીસીમાં 14 જેટલી મોટી ઇન્ડ્રસ્ટિઝને કોમર્શિયલ ગેસ સપ્લાય કરવામાં આવે છે. જેમાં હવે જીએસપીસીએ 50 ટકાનો ઘટાડો કરી દીધો છે. ઉપરાંત એવી પણ સૂચના આપી છે કે, જો, 50 ટકાથી વધુ ગેસ સપ્લાય જોઇતો હોય તો તેનો ભાવ ડબલ થશે. હાલ આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને લોકો હવે જરૂરિયાત મુજબ ગેસ વાપરતા થયા છે. ઉદ્યોગકારોએ પણ નક્કી કર્યુ છે કે, સ્ટોક માટે ઉત્પાદન પ્રક્રિયા હવે હિતાવહ નથી એટલે જરૂરીયાત મુજબ જ સ્ટોક તૈયાર કરવો તો જ આર્થિક નુકસાન ઘટાડી શકાશે. > નગીનભાઇ, ઉદ્યોગપતિ ​શું વહીવટી તંત્ર કાળા બજાર રોકવા માટે દરોડા પાડશે? ​ શું ઘરેલુ ગેસ સપ્લાય પર પણ આની અસર થશે? ​ક્યાં સુધી જનતાએ યુદ્ધના નામે લૂંટાવું પડશે ? ​નવસારીના વહીવટી તંત્ર અને ગેસ કંપનીઓ પાસે હવે તાત્કાલિક પગલાંની અપેક્ષા છે, નહીંતર આગામી દિવસોમાં હોટલ અને ઉદ્યોગોના શટર પડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:મનપાના ખર્ચે યોજાયેલ કાર્યક્રમના ફોટા મૂકી વાહવાહી લૂંટનાર મહામંત્રીએ પોસ્ટ ડિલીટ કરી
    Next Article
    નવસારી કૃષિ યુનિ.નો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ:નવસારી કૃષિ યુનિ.માં આજે રાજ્યપાલના હસ્તે 693‎ વિદ્યાર્થીને પદવી અને 57 ગોલ્ડ મેડલ એનાયત થશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment