Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કૃષિ યુનિ.નો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ:નવસારી કૃષિ યુનિ.માં આજે રાજ્યપાલના હસ્તે 693‎ વિદ્યાર્થીને પદવી અને 57 ગોલ્ડ મેડલ એનાયત થશે‎

    23 hours ago

    દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ આજરોજ યુનિવર્સિટીના અસ્પી ઓડિટોરીયમમાં યોજાશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવી એનાયત કરશે. આ ગરિમામય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્ર પશુ અને મત્સ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલય (નાગપુર)ના કુલપતિ ડૉ. એન. વી. પાટીલ દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા વિશેષ હાજરી આપશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે વિવિધ વિદ્યાશાખાઓના કુલ 693 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. જેમાં સ્નાતક કક્ષાના 400 વિદ્યાર્થીઓ, અનુસ્નાતકના 210 વિદ્યાર્થીઓ, પીએચ.ડી.ના 80 (નવસારી) અને 3 (ગુજરાત કૃષિ યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ દેખાવ કરનાર સ્નાતક કક્ષાના 35 અને અનુસ્નાતક કક્ષાના 22 તેજસ્વી વિદ્યાર્થીઓને મળીને કુલ 57 ગોલ્ડ મેડલ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિકના એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ અભિગમ અપનાવનાર શ્રેષ્ઠ ખેડૂત (પુરુષ) અને શ્રેષ્ઠ ખેડૂત (મહિલા)ને પણ સન્માનિત કરાશે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પર ભાર અપાશે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ પ્રત્યે હંમેશા વધારે મહત્વ અને ભાર આપતા હોય છે. પદવીદાન સમારોહમાં પણ તેઓ ભવિષ્યમાં પર્યાવરણ રક્ષક તરીકે કામ કરનારા છાત્રોને પણ તેઓ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી તેના ફાયદા જણાવી લોકોને પ્રેરણા આપશે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની જ્વાળાઓ રસોડા અને ઉદ્યોગો સુધી પહોંચી:અખાતી દેશોમાં ચાલતા યુદ્ધની અસર હવે લોકોના ઘર સુધી પહોંચી, ગેસ સિલિન્ડરનો ભાવમાં પણ ઉછાળો
    Next Article
    મનપા એક્શન મોડમાં:નવસારીમાં ખાનગી પ્લોટમાં ગંદકી થવા મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment