Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇમ્પેક્ટ‎:મનપાના ખર્ચે યોજાયેલ કાર્યક્રમના ફોટા મૂકી વાહવાહી લૂંટનાર મહામંત્રીએ પોસ્ટ ડિલીટ કરી

    20 hours ago

    રાજ્યમાં જ્યારે કોઈ મોટું આયોજન થતું હોય ત્યારે તેનો યશ લેવા માટે નેતાઓમાં હોડ જામતી હોય છે. આવો જ એક કિસ્સો નવસારીમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં નવસારી મહાનગરપાલિકા દ્વારા કરાયેલા જાહેર આયોજનને ભાજપ યુવા મોરચાનું હોવાનું કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ ભાજપ યુવા મોરચાના મહામંત્રીએ પોસ્ટમાંથી ફોટા જ નહીં પણ સમગ્ર પોસ્ટ જ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. અમદાવાદમાં રમાયેલી રોમાંચક ટી-20 ફાઈનલ મેચના ઉત્સાહ વચ્ચે નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર લુન્સીકૂઇ મેદાનમાં મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન મૂકીને લાઈવ પ્રસારણ જોવાની વ્યવસ્થા કરાઇ હતી. આ આયોજનમાં હજારોની મેદની ઉમટી પડી હતી. જોકે, આ ભીડ અને આયોજનનો જશ ખાટવા નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઉમંગ દેસાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ આયોજનની તસવીરો શેર કરી હતી. તેમણે પોસ્ટમાં એવો દાવો કર્યો કે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના આયોજન મુજબ દરેક તાલુકા અને શહેર મથકે લાઈવ પ્રસારણ કરાયું હતું. તેમણે મનપાના કાર્યક્રમના ફોટા પણ પોતાની પોસ્ટ સાથે જોડી દીધા હતા. આ સમગ્ર મામલો મીડિયામાં અને જાહેરમાં આવતા જ મહામંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી દીધી છે. પોસ્ટ હટાવવાની આ ઉતાવળ જ સૂચવે છે કે હાઇકમાન્ડની આંખમાં સારા દેખાવા માટે આ પોસ્ટ ક્યાંકને ક્યાંક જાણી જોઈને જ મૂકવામાં આવી હતી, જેનો હવે ફિયાસ્કો થયો છે. ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ જ યુવા મોરચાના મહામંત્રીએ પોસ્ટમાંથી માત્ર ફોટા જ નહીં પણ સંપૂર્ણ પોસ્ટ જ ડિલીટ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લીંબડી સરસ્વતી વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું‎:સોલાર પેનલ, ડ્રિપ ઈરિગેશન, ઓર્ગેનિક ખેતી સહિતની 22 કૃતિ રજૂ કરવામાં આવી
    Next Article
    યુદ્ધની જ્વાળાઓ રસોડા અને ઉદ્યોગો સુધી પહોંચી:અખાતી દેશોમાં ચાલતા યુદ્ધની અસર હવે લોકોના ઘર સુધી પહોંચી, ગેસ સિલિન્ડરનો ભાવમાં પણ ઉછાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment