Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:હત્યા કરી લાશ ફેંકી હોવાની શંકા, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી

    3 days ago

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં આજે(11 માર્ચ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસના બિલ્ડિંગ પાસેથી પસાર થતા રસ્તા પરથી એક શંકાસ્પદ કોથળામાં 57 વર્ષીય મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. હાલ તો મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા સાથે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. સફાઈ કર્મચારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો ઘટનાની વિગત એવી છે કે, સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા, ત્યારે તેમની નજર એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં પડેલા કોથળા પર પડી હતી. કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાથી અને કંઈક અજુગતું લાગતા કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મૃતકની ઓળખ 57 વર્ષીય મહિલા તરીકે થઈ અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે. મૃતક હમીદા ખાતુન (ઉંમર 57 વર્ષ) H-2 બિલ્ડિંગ, કોસાડ આવાસ, અમરોલી છે. હમીદાબેન તેમના પરિવારમાં બે દીકરાઓ સાથે રહેતા હતા. તેઓ ઘરકામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પોલીસ તપાસ અને હત્યાની આશંકા જે જગ્યાએથી લાશ મળી આવી છે, તે મૃતક હમીદાબેનના ઘરની એટલે કે H-2 બિલ્ડિંગની બાજુનો જ રસ્તો છે. લાશને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસ તેને હત્યાનો મામલો માની રહી છે. કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કોથળામાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી હોવાની પ્રબળ શક્યતા છે. ઘરના મોભી એવા મહિલાના મોતથી પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે. FSLની ટીમને બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી લાશ ફેંકવા આવનાર શખ્સોની ઓળખ થઈ શકે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ અમરોલી પોલીસે ગુનો નોંધીને હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે કોસાડ આવાસના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આરોપીની શોધખોળ કરવા ટીમો કામે લાગી DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત-અમદાવાદમાં ગરમીના ડામથી ડામર ઓગાળવા લાગ્યો:દીવમાં માર્ચની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ તો 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment