Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો:ભાસ્કરને કહ્યું, પરિવાર મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય, પણ હું તેને મહત્વ આપતી નથી

    4 days ago

    રાજકોટ મહાપાલિકાના બીજી ટર્મના અઢી વર્ષના મેયર તરીકે નયનાબેન પેઢડીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. અવિરત વિકાસની મશાલ, ગતિશીલ રાજકોટના સુત્રોને સાકાર કરતા તેમણે શહેરને સ્વચ્છ, રળીયામણું, રહેવા લાયક અને માણવા લાયક બનાવવા માટે શહેરીજનો અને રાજ્ય સરકારનો સહકાર બદલ આભાર માન્યો છે. આ તકે મેયરે દિવ્યભાસ્કરની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી. પરિવાર જ્યારે મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું તેને મહત્વ આપતી નથી. જોકે "જે કરે તે ભરે" કહીને તેમની સાથે કશુંક ખોટું થયાનો ઈશારો કર્યો હતો. ગેરકાયદે બાંધકામ અને મેયરના પ્રવાસને લઈને વિવાદ રાજકોટ મેયર નયનાબેન પેઢડીયાએ તેમના કાર્યકાળના અનુભવો અને વિવાદો અંગે જણાવ્યું હતું કે, આ બાબતે હું સ્પષ્ટતા કરું છું કે જ્યારે હું પ્રયાગરાજ ગઈ હતી ત્યારે પણ મ્યુ. કમિશ્નરનો હુકમ મારી સાથે હતો. મેં જરૂરી પરવાનગી લીધી હતી અને તેનો ચાર્જ પણ ભરી દીધો હતો. ત્યારે જૂની વાતો વાગોળવી કદાચ કોઈને ગમતી હશે, પણ મેં આ અંગે અગાઉ પણ ખુલાસો કરી દીધો છે. 'એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે' મેયરે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સૂચિત બાંધકામની વાત છે, તો રાજકોટમાં ઘણી સોસાયટીઓ સૂચિતમાં છે. હું આ વિવાદમાં પડવા માંગતી નથી. આપણને આપણા હકનું જે મળ્યું છે તેમાં જ કામ કર્યું છે અને એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવું એ જ મારી ભૂમિકા રહી છે. 'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં લોકો સાથે રહેવું મને ગમે છે, અને ક્યારેક કોઈને આવા મુદ્દા ઉછાળવાનું મન થતું હોય છે, ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ જેવી વાત નથી. પરિવાર જ્યારે મોટો થતો હોય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું આવી બાબતોને મહત્વ આપતી નથી. જોકે મારું માનવું છે કે “જે કરે તે ભરે”. આવું કહીને તેમણે પોતાને જાણીજોઈને વિવાદમાં સંડોવી દેવાયા હોવાનો ઈશારો કર્યો હતો. 'અમારા પદાધિકારીનો 911 દિવસનો આ કાર્યકાળ હતો' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરમિયાન શહેરમાં રોડ-રસ્તાની સાથે સાથે નવા પુલ, આરોગ્ય કેન્દ્રો તેમજ નવી વોર્ડ ઓફિસો, બગીચા જેવી અનેકવિધ સુવિધાઓ રાજકોટને અમે ભેટ આપી છે. રાજકોટ જ્યારે દિવસે દિવસે મોટું થતું જાય છે ત્યારે રાજકોટનો વિકાસની દ્રષ્ટિએ પણ ત્રીજો ક્રમાંક આવ્યો છે. 'રાજકોટની પ્રિય જનતાનો હું આભાર માનું છું' આગામી સમયમાં અન્ય મહાનગરપાલિકા ભળવાની હોય એટલે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવાનો છે. મારું અઢી વર્ષનું શાસન ખૂબ સારું રહ્યું અને કામ કરવાની પણ ખૂબ મજા આવી. લોકોનો પણ એટલો જ સાથ અને સહકાર મળેલો છે. રાજકોટની પ્રિય જનતાનો પણ હું એટલો જ આભાર માનું છું કે અમારા કાર્યકાળ દરમિયાન અમારાથી જે પણ કામ થયા છે તે કામ અમે જ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સોંપેલા છે. આ ગામો રાજકોટમાં ભળ્યા ને ક્ષેત્રફળ વધ્યું મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના કાર્યકાળમાં કરેલા કામો અને પ્રમાણિક ઇરાદાઓ અંગે સંતોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ આજે માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું અગ્રેસર ’ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. ભાજપ શાસનનો આ અઢી વર્ષનો સમયગાળો રાજકોટની કાયાપલટ કરનારો રહ્યો છે. જેમાં 2020માં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર(મનહરપુર-1 સહિત)ના ગામો રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કિ.મી. થયું છે તે સાથે પ્રાથમિક સુવિધાઓ આપવાની નવી સફર આગળ વધી છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામ વન(અર્બન ફોરેસ્ટ), અટલ સરોવર સહિતના કામો આજે શહેરની વસતિ 20 લાખથી વધુ થવા જઇ રહી છે. 2026-27માં બજેટનું કદ રૂ.3604.90 કરોડ થયું છે. રાજકોટમાં 137 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. તેમજ લાયન સફારી પાર્કની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. ઉપરાંત 47 એકરમાં ફેલાયેલું રામ વન(અર્બન ફોરેસ્ટ) છે. આરોગ્ય કેન્દ્રો, નવી વોર્ડ ઓફિસ, કોમ્યુનિટી હોલ, નવા જુના વિસ્તારોમાં ડામર રોડ સહિતની સુવિધા, ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર સહિતના લોકભોગ્ય કામો શાસકોએ કર્યા છે. 2006માં પ્રથમ વેસ્ટ ઝોન, 2007માં ઇસ્ટ ઝોન બન્યા બાદ હવે કોઠારીયામાં રાધાકૃષ્ણ સોસાયટી બાજુમાં 27.58 કરોડના ખર્ચે વોર્ડ નં.15, 16, 17, 18 માટે સાઉથ ઝોન ઓફિસનું કામ શરૂ કરાયું છે. મેયરના કાર્યકાળમાં થયેલા મુખ્ય કામોની યાદી 'અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે' ઉલ્લેખનીય છે કે, મેયર નયના પેઢડીયાએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, મારા કાર્યકાળમાં જનતાએ પણ મને ખૂબ સાથ-સહકાર આપ્યો છે. જોકે જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક અડચણ પણ થતી હોય, પણ તેમાં પણ સાથ-સહકાર મળેલો છે. અત્યારે રાજકોટમાં ભાગ્યે જ એવા વિસ્તાર હશે જ્યાં રોડના કામ બાકી હોય, જ્યાં બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં પુરા કરવામાં આવશે. ત્યારે આ અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે અને તે મારા માટે અસ્મરણીય કાળ બની રહેશે. જોકે અંદરખાને વારંવાર થયેલા વિવાદોમાં આવવાને કારણે તેઓ દુઃખી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. પણ આ માટે જવાબદાર વ્યક્તિનું નામ લેવાનું તેમણે ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોર્ડનું હિન્દીનું પેપર આપવા જતા'તા ને કાળ ભેટ્યો:બમબમાટ આવતા ટેન્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીઓને કચડી નાખ્યા; બનાસકાંઠાના પાંથાવાડા ગામ નજીક ઘટના
    Next Article
    100 યુવકમાંથી સિવિલ એન્જિનિયરને પસંદ કર્યો:5 મહિનાની હતી ત્યારે વડોદરાના બસ સ્ટેન્ડમાંથી મળેલી અનાથ દીકરીના લગ્ન, ભાવુક થઈ રડી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment