Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડનું હિન્દીનું પેપર આપવા જતા'તા ને કાળ ભેટ્યો:બમબમાટ આવતા ટેન્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીઓને કચડી નાખ્યા; બનાસકાંઠાના પાંથાવાડા ગામ નજીક ઘટના

    3 days ago

    બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. બાઈક સવાર બે વિદ્યાર્થીને ટેન્કરે અડફેટે લીધા પ્રાથમિક માહિતી મુજબ, પાંથાવાડા નજીક બપોરે 2 વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેના કારણે બંન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ ચૌધરી અને ગુંદરી ગામના હરેશસિંહ રાજપૂત તરીકે થઈ છે. જે બંન્ને પાંથાવાડાની હાઈસ્કૂલમાં ધોરણ-12 આર્ટ્સનું પેપર આપવા જઈ રહ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓની વિગત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા અકસ્માતના સમાચાર મળતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાંથાવાડાની હાઈસ્કૂલમાં હતું પરીક્ષા કેન્દ્ર હરેશસિંહ રાજપૂત અને લાલાભાઇ ચૌધરી ગુંદરીની સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા. જેમની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 26 ફેબ્રુઆરી થયો હતો. અને આજે હિન્દી વિષયનું પેપર હતું. જે માટે બંન્ને વિદ્યાર્થીઓ બાઈક પર પોતાના પરીક્ષા કેન્દ્ર પાંથાવાડાની તિરુપતિ બાલાજી હાઈસ્કૂલ ખાતે જઈ રહ્યા હતા. જો કે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એ પહેલા જ ભેરુનાથ હોટેલ પાસે બંન્નેને ટેન્કરે ટક્કર મારી હતી. બંન્ને મૃતકો પરિવારમાં નાના પુત્ર હતા બંન્ને વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોક છે. અકસ્માતમાં જીવ ગૂમાવનારના પિતા એટલે કે ખેડૂત વિહાભાઈ ચૌધરીને ત્રણ સંતાનો છે. જેમાં લાલાભાઈ (અકસ્માતમાં જીવ ગુમાવનાર) સૌથી નાનો પુત્ર હતો. જ્યારે ખેડૂત શેરસિંહ રાજપૂતને બે પુત્ર છે. મૃતક હરેશ સિંહ પણ નાનો પુત્ર હતો. 'અકસ્માત ઝોન' જાહેર કરવાની માંગ હતી આ કરૂણ દુર્ઘટનાને પગલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર પંથકમાં પણ શોક છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે અને અગાઉ પણ તેને 'અકસ્માત ઝોન' જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અકસ્માતના અન્ય સમાચાર પણ વાંચો: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ‘દુખીયાના દરબાર’ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.(સંપૂર્ણ સમાચાર વાંચો) ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.( સંપૂર્ણ સમાચાર વાંચો ) સુરતના પાલ-ઉમરા બ્રિજ પર 5 માર્ચની મોડીરાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા ડોક્ટર ડૉ. વિરલકાંત ચૌધરીએ પોતાની કારથી ગમખ્વાર અકસ્માત કર્યો હતો. રોડ પર લાઈનબંધ વાહનોને અડફેટે લેતા એક ટેમ્પો અને 3 બાઈકચાલક સહિત કુલ 5 લોકોને ઈજા પહોંચી છે. રોડ પર તરફડતા ઈજાગ્રસ્ત લોકોનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, પાંચ જેટલા લોકો રોડ પર પડ્યાં છે અને તેઓને અન્ય લોકો મદદ કરી રહ્યાં છે. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતાં અને ડોક્ટરને મારવા સુધી પહોંચી ગયાં હતાં.(સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    6 પોલીસ સ્ટેશન સાથે DCP ઝોન-8 ઓફિસ શરૂ:ઇન્ડસ્ટ્રીયલ-રીંગરોડ વિસ્તારનો સમાવેશ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશન નવું બનશે; ઝોન-2માં મોટેરા પોલીસ સ્ટેશન નવું બનશે
    Next Article
    'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો:ભાસ્કરને કહ્યું, પરિવાર મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય, પણ હું તેને મહત્વ આપતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment