Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 પોલીસ સ્ટેશન સાથે DCP ઝોન-8 ઓફિસ શરૂ:ઇન્ડસ્ટ્રીયલ-રીંગરોડ વિસ્તારનો સમાવેશ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશન નવું બનશે; ઝોન-2માં મોટેરા પોલીસ સ્ટેશન નવું બનશે

    4 days ago

    રાજ્યની સૌથી વધુ વસ્તી ધરાવતા તેમજ આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના 6 પોલીસ સ્ટેશનને નવા બનાવાયેલા ઝોન-8માં સમાવેશ કરાયો છે. તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં નવા ઝોન 8ના ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવી ડીસીપી ઝોન 8 કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઝોન 8 વિસ્તારમાં નવા વસ્ત્રાલ પોલીસ સ્ટેશન સાથે કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવનાર છે. નવા ઝોનની સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં અમદાવાદમાં નવા 3 પોલીસ સ્ટેશનનો પણ બનાવાશે. જેમાં ઝોન 8માં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન, ઝોન 4માં હંસપુરા પોલીસ સ્ટેશન અને ઝોન 2માં મોટેરા પોલીસ સ્ટેશન બનાવામાં આવશે. નવા ઝોન 8 ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક અમદાવાદ રાજ્યનું આર્થિક પાટનગરની સાથે સૌથી મહત્વનું શહેર છે. વધારે વસ્તીના કારણે નાના-મોટા ગુનાઓ બનતા હોય છે. ઉચ્ચ અધિકારીઓનું મોનિટરિંગથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી રીતે રહે તેના માટે પોલીસ સ્ટેશનોની હદમાં ફેરફાર કરીને નવો ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગેની રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. નવા ઝોન માટેની દરખાસ્ત અને આગામી દિવસોમાં મંજૂરી મળશે જેને લઇને નવા ઝોન 8 ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવી છે. નવા ઝોનમાં પોલીસ સ્ટેશનો પણ દરખાસ્ત મુજબ નક્કી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા નવા ઝોન 8ની ડીસીપી ઓફિસ રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. જેથી રામોલ પોલીસ સ્ટેશનની ઉપર ઝોન 8 ડીસીપીની ઓફિસ રહેશે. પોલીસ કમિશનર દ્વારા ઝોન 5 ડીસીપી અને નવા ઝોન 8 ડીસીપી મયુર પાટીલ સાથે રામોલ પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લઈને નવી ડીસીપી ઓફિસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ નવી ડીસીપી ઓફિસ શરૂ કરવા માટેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નવા ઝોનમાં પોલીસ સ્ટેશનો પણ દરખાસ્ત મુજબ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેનો સત્તાવાર રીતે આગામી દિવસોમાં ઓર્ડર થતાં જ કાર્યરત થઈ જશે. નવા ઝોન-8માં કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નવા ઝોન 8 માટે જે મુજબ દરખાસ્ત મોકલવામાં આવી છે તેમાં પૂર્વ વિસ્તારના ઝોન 5 અને ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન 5 પોલીસ સ્ટેશનમાંથી રામોલ નિકોલ અને ઓઢવ તેમજ ઝોન 6 પોલીસ સ્ટેશનમાંથી વટવા અને વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો ઝોન 8માં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા બનનારા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો પણ તેમા સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આમ કુલ 6 પોલીસ સ્ટેશન નવા ઝોનમાં રહેશે. ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો ઝોન-5માં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે નવા બનનારા હંસપુરા પોલીસ સ્ટેશનનો ઝોન 4માં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન 8માં રીંગરોડ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી વધારે નવા બનાવવામાં આવેલા ઝોન 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીંગરોડ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી વધારે આવે છે. નિકોલથી લઈને વટવા જીઆઇડીસી સુધીનો સમગ્ર વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો છે. ઓઢવ, નિકોલ, વટવા આ ત્રણ વિસ્તારમાં GIDC આવેલી છે. વધુ મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે એક જ ડીસીપીના હેઠળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવવાના કારણે ત્યાંની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે તે મુજબ નિર્ણય લેવાયો છે. નિકોલથી લઈને વટવા નજીક અસલાલી સુધી રીંગરોડનો સમાવેશ થાય છે જે સમગ્ર પૂર્વ વિસ્તારનો પટ્ટો ઝોન-8માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે રીંગ રોડ પર થતી ઘટનાઓને પણ અટકાવી શકાશે. પોલીસ સ્ટેશનની હદમાં કોઈ ફેરફાર થયો નથી, માત્ર ઝોનનો ફેરફાર થયો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝોન 8 તરીકે નવો ઝોન બનાવવામાં આવ્યો છે, જેના કારણે થઈને હવે ઝોનનો વિસ્તાર ફેરફાર થયો છે. પોલીસ સ્ટેશનની હદમાં કોઈ ફેરફાર થયો નથી માત્ર તેમના ઝોનનો ફેરફાર થયો છે. જે નાગરિકોને સ્થાનિક પોલીસથી સંતોષકારક જવાબ ન મળે અથવા તો ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરવી હોય તો એના માટે ડીસીપી કક્ષાના અધિકારી ઝોનમાં મૂકવામાં આવે છે. ઝોનના ડીસીપીની ઓફિસ સુધી નાગરિકોએ જવું પડે છે. નાગરિકો ડીસીપી કક્ષાએ રજૂઆત કરી શકશે ઝોન 5 અને 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવેશ થતા પોલીસ સ્ટેશનો હવે ઝોન 8 ડીસીપીના તાબા હેઠળ આવી ગયા છે. પૂર્વ વિસ્તારના રીંગરોડ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના રામોલ, ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારના નાગરિકોને જો ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરવી હોય તો ઝોન 5 ડીસીપી ઓફિસ અમરાઈવાડી ખાતે જવું પડતું હતું, જ્યારે વટવા અને વટવા જીઆઇડીસી વિસ્તારના નાગરિકોને ઝોન 6 ડીસીપી ઓફિસ કાંકરિયા ખાતે જવું પડતું હતું, પરંતુ હવેથી આ તમામ વિસ્તારના નાગરિકોને રામોલ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કરવામાં આવેલી ઝોન 8 ડીસીપીની ઓફિસ ખાતે રજૂઆત કરવા જવું પડશે. જોકે ઝોન 8 ડીસીપીના પોલીસ સ્ટેશનને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જે બાદ નાગરિકો આ ઝોનમાં ડીસીપી કક્ષાએ રજૂઆત કરી શકશે. આ પણ વાંચો: અમદાવાદ પૂર્વમાં ક્રાઇમ વધતા નવો ઝોન બનાવવો પડ્યો
    Click here to Read More
    Previous Article
    માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી'
    Next Article
    બોર્ડનું હિન્દીનું પેપર આપવા જતા'તા ને કાળ ભેટ્યો:બમબમાટ આવતા ટેન્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીઓને કચડી નાખ્યા; બનાસકાંઠાના પાંથાવાડા ગામ નજીક ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment