Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં રાંધણ ગેસની અછતની અફવાઓ વચ્ચે તંત્રની સ્પષ્ટતા:ઘરેલુ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી

    1 day ago

    ઈરાન યુદ્ધની વૈશ્વિક અસરો વચ્ચે સંઘપ્રદેશ દમણમાં રાંધણ ગેસની અછતની અફવાઓ ફેલાઈ છે. આ અફવાઓને કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે અને તેઓ ગેસ એજન્સીઓ તથા ગોડાઉનોની બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તાજેતરમાં દમણમાં કોમર્શિયલ સિલિન્ડરોનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આના કારણે લોકોમાં ઘરેલુ ગેસનો પુરવઠો પણ બંધ થઈ જશે તેવી આશંકા ઊભી થઈ હતી. આ 'પેનિક બાઇંગ' ને કારણે ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને એજન્સીઓ બહાર ઉમટી પડ્યા હતા. જોકે, વહીવટીતંત્ર અને ગેસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે, શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોની હોમ ડિલિવરી અને ઓનલાઈન બુકિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. દમણવાસીઓને ગભરાવાની જરૂર નથી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ગેસના સપ્લાયને સુચારુ રાખવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955' લાગુ કર્યો છે. ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે ડિલિવરી એજન્ટો દ્વારા હવે OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે, જેના પગલે ઉત્પાદનમાં 10%નો વધારો પણ નોંધાયો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે. બિનજરૂરી રીતે કતારોમાં ઊભા રહીને ચિંતામાં ન મુકાય અને શાંતિપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ જ ગેસનું બુકિંગ કરાવે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:તંત્રએ કહ્યું- જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી
    Next Article
    એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુનામાં LCB પાલનપુરની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment