Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરબપોરે ઝાડ પર લટકતી લાશ મળી:સુરતમાં રહી મજૂરીકામ કરતા પરપ્રાંતિય મજૂરે ઝાડ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

    2 days ago

    શહેરના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ નજીક બાપાસીતારામ ચોકથી અયોધ્યા ધામ વચ્ચેના ખેતરમાં ઝાડ પર લટકી યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. ઓરિસ્સાના રહેવાસી અને સુરત ખાતે મજૂરીકામ કરનારા યુવકે વહેલી સવારે અથવા મોડી રાત્રે ખુલ્લા ખેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે બપોરે સ્થાનિક લોકોને જાણ થઈ હતી, જેના પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જોશીએ જણાવ્યું હતું કે, નરોડા મેવાડા પાર્ટી પ્લોટ નજીક એક ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર યુવકની લાશ લટકતી હોવા અંગેનો મેસેજ મળ્યો હતો. જે મેસેજ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી તો ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવક લટકેલો હતો. જેથી, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં સુરત ખાતે રહેતો સ્વાઈન શિવારામ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. તેના સુરત ખાતેના મિત્ર અને પરિવારજનોને જાણ કરી અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારનો વિદાય સમારંભ:અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા અને સન્માન ગાર્ડ સાથે ગૌતમ પરમારને વિદાય અપાઈ
    Next Article
    મનપાના હોદેદારોની મુદ્દત પૂર્ણ, વિદાય સમયે વિજયોત્સવ જેવો માહોલ:મેયર-ચેરમેને સરકારી વાહન જમા કરાવી ખાનગી વાહનમાં નીકળ્યા, 12 માર્ચથી સુરતમાં વહીવટદારનું શાસન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment