Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાવને બારેમાર પાણી ભરી રાખવા નવી ટેકનોલોજીનો ઉપયોગ:સરખેજ, ચેનપુર, ચાંદખેડા અને નિકોલ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ, ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે

    2 days ago

    અમદાવાદના 145 જેટલાં નાનામોટા તળાવોને ઇન્ટરલીંક કરીને તેમજ મીની એસટીપી મુકીને બારેમાસ પાણીથી ભરવાનાં આયોજનનાં ભાગરૂપે તળાવોમાં ભરાયેલાં પાણીની ગુણવત્તા સુધારવા તેમજ લીલ-જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉત્પન્ન થાય નહિ તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણેક પ્રકારની ટેકનોલોજીનાં ઉપયોગનાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આ‌વી છે. શહેરમાં પાંચ જેટલા તળાવોમાં પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. અત્યાર સુધીમાં શહેરના 41 તળાવોને નાગરિકોને હરવાફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરી દેવાયાં છે. અન્ય 17 તળાવને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે 19 તળાવનાં ડેવલપમેન્ટનું આયોજન હાથ ધરાયુ છે. તળાવોમાં બારેમાસ પાણીથી રહે તે માટે મીની એસટીપી પ્રોજેક્ટનો અમલ મળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવેલી છે, પરંતુ મોટાભાગનાં તળાવોમાં વરસાદી પાણી બારેમાસ જળવાઇ રહેતુ નથી અને ચોમાસુ પૂરૂ થયાનાં એકાદ મહિનામાં તળાવો ખાલી જાય છે. જેથી તળાવો બારેમાસ પાણીથી ભરેલાં રહે તો પર્યાવરણને ફાયદો થાય તેમજ આસપાસનાં વિસ્તારનાં ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે તેવા હેતુથી મીની એસટીપી લગાવવાનાં પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે ચોમાસા દરમિયાન તળાવો ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં બીજા તળાવોમાં તેનુ પાણી વહી જાય તેવી ઇન્ટરલીંક લાઇનો પણ નાખવામાં આ‌વી છે. જેનો ઉપયોગ મીની એસટીપીવાળા તળાવમાંથી વધારાનુ પાણી નજીકનાં તળાવમાં મોકલવા માટે પણ કરાશે. તળાવ કિનારે મીની એસટીપી લગાવીને રહેણાંક વિસ્તારનાં ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે, આ પાણીની ગુણવત્તા ગટરનાં સીધા ઠલવાતા ગંદા પાણી કરતાં ઘણી સારી હશે, તેમ છતાં તળાવોમાં ગટરનાં ટ્રીટ થયેલાં પાણીને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે એનઆરસીપી અંતર્ગત નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કે દ.પશ્ચિમ ઝોનનાં બે તળાવ, પશ્ચિમ ઝોનનાં બે તળાવ અને પૂર્વનાં એક તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ તળાવ ખાતે ટ્રીટ થયેલાં પાણીમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન(ડીઓ)નાં પ્રમાણમાં વધારો થાય અને બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ(બીઓડી) તથા કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ(સીઓડી)નુ પ્રમાણ ઘટે તે માટે નેનો બબલ જનરેટર, સરફેસ એરેટર, ડીપ એરેટર તેમજ અલ્ટ્રાસાઉન્ડ જનરેટર એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી તળાવનાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે. કયા પાંચ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વસ્તી ગણતરી માટે વહિવટી તંત્ર સજ્જ:પ્રથમ તબક્કામાં 20 એપ્રિલથી 15 મે સુધી ઘર ગણતરી, 2027માં 8થી 28 ફેબ્રુઆરી જનગણના થશે
    Next Article
    કાળજાળ ગરમીનો માહોલ શરૂ:ભાવનગરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો, 12 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment