Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વસ્તી ગણતરી માટે વહિવટી તંત્ર સજ્જ:પ્રથમ તબક્કામાં 20 એપ્રિલથી 15 મે સુધી ઘર ગણતરી, 2027માં 8થી 28 ફેબ્રુઆરી જનગણના થશે

    2 days ago

    ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર સજ્જ છે. પ્રથમ તબક્કામાં 20 એપ્રિલથી 15 મે,2026 સુધી ઘર ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ 2027 માં 8 થી 28 ફેબ્રુઆરી સુધી જનગણના થશે. જેના માટે કલેકટરની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે 2 દિવસીય ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાના મામલતદાર અને 6 નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ચાર્જ અધિકારીઓને સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં તાલુકા મામલતદારો અને ચીફ ઓફિસરો પોતાના વિસ્તારમાં ચાર્જ અધિકારી તરીકે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ કરશે. તાલીમનો મુખ્ય ઉદ્દેશ ચાર્જ અધિકારીઓને વસ્તી ગણતરી સંબંધિત માર્ગદર્શિકા, પ્રક્રિયા, ડિજિટલ સિસ્ટમ તથા કામગીરીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમજ આપવાનો હતો. ચાર્જ અધિકારીઓની કામગીરીમાં વહીવટી એકમોની યોગ્ય રચના, ફીલ્ડ કર્મચારીઓની નિમણૂક, એન્યુમરેટર તથા સુપરવાઈઝરોને તાલીમ આપવાની વ્યવસ્થા તેમજ કોઈપણ છૂટછાટ વગર સંપૂર્ણ અને ચોક્કસ વસ્તી ગણતરી સુનિશ્ચિત કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે તથા નિવાસી અધિક કલેક્ટર જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે સમગ્ર કામગીરી દરમિયાન રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વસ્તી ગણતરી માટે જિલ્લા કક્ષાએ 2 માસ્ટર ટ્રેનર તથા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કુલ 41 ફીલ્ડ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ ફીલ્ડ ટ્રેનરોને 20 માર્ચ 2026 પહેલાં તાલીમ પૂર્ણ કરાવવામાં આવશે. વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) તા.20 એપ્રિલ, 2026થી 15 મે,2026 દરમિયાન યોજાશે. તે પહેલાં સેલ્ફ એન્યુમરેશન (SE) પ્રક્રિયા તા.5 એપ્રિલ, 2026થી 16 એપ્રિલ, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જ્યારે બીજો તબક્કો એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE) તા.8 ફેબ્રુઆરી, 2027થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે.
    Click here to Read More
    Previous Article
    હવા પ્રદુષણ અટકાવવા કડક કાર્યવાહી:એસજી હાઇવે અને રિંગ રોડ આસપાસ 21 કન્સ્ટ્રક્શન સાઈટો ગ્રીન નેટ ન હોવાથી સીલ
    Next Article
    તળાવને બારેમાર પાણી ભરી રાખવા નવી ટેકનોલોજીનો ઉપયોગ:સરખેજ, ચેનપુર, ચાંદખેડા અને નિકોલ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ, ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment