Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયર સ્ટેશનમાં અજાણ્યા યુવકનો હુમલો:આડેધડ પથ્થરમારોનાં ઘા કરી ભારે હોબાળો મચાવ્યો, કર્મચારીનાં કપડાં ફાડતા પોલીસને સોંપાયો

    2 days ago

    રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક અજ્ઞાત યુવકે અચાનક આવીને પથ્થરમારો શરૂ કરતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રારંભિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. યુવકે ઉશ્કેરાઈને ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યા યુવકે માત્ર ફાયર સ્ટેશન પર પથ્થરો જ નહોતા ફેંક્યા પરંતુ, ત્યાં હાજર ફાયર બ્રિગેડના જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી. બબાલ દરમિયાન યુવકે ઉશ્કેરાઈને પોતાના કપડાં તો ફાડી જ નાખ્યા હતા, પરંતુ સાથે સાથે ફરજ પરના ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેને લઈને તેને પ્રથમ રૂમમાં પુરી દેવામાં આવ્યો હતો. અને બાદમાં 112 નંબર પર ફોન કરીને પોલીસને સોંપાયો હતો. સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું આ ઘટનાની વિગતો મુજબ કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે આ યુવક ત્યાં ધસી આવ્યો હતો. તેણે સ્ટેશનમાં પાર્ક કરેલા સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરતા તે વધુ હિંસક બન્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. સ્થિતિ વધુ વણસતા જવાનોએ તાત્કાલિક તે યુવકને પકડી લીધો હતો અને વધુ નુકસાન ન થાય તે હેતુથી તેને એક રૂમમાં પૂરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં યુવકની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. અમે બધા સ્ટેશનની બહાર બેઠા હતા આ અંગે ફાયર બ્રિગેડના કર્મચારી પ્રતાપ ડાંગરે જણાવ્યું હતું કે, અમે બધા સ્ટેશનની બહાર બેઠા હતા ત્યારે એક યુવક તેની માતા અને નાના બાળક સાથે આવ્યો હતો. તેણે અચાનક જ સરકારી પ્રોપર્ટી પર પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. અમે તેને વારંવાર રોકવાની કોશિશ કરી પણ તે માન્યો નહીં. તેણે ઉશ્કેરાટમાં આવીને અમારા કપડાં પણ ફાડી નાખ્યા હતા. આખરે અમારે તેને પકડીને રૂમમાં પૂરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પકડી રાખેલા આ યુવકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવક માનસિક રોગથી પીડાતો હોવાનું જણાતા તેને સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી શકે છે. સરકારી મિલકતને નુકસાન અને કર્મચારીઓની ફરજમાં રુકાવટના કિસ્સો આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટિક દાણાના વેપારીનું 2.50 લાખ માટે ફિલ્મી ઢબે અપહરણ:ધંધાના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો, પોલીસે વ્યારા ટોલનાકા પરથી 5ને દબોચ્યા
    Next Article
    MSUમાં અર્થરંગ 2026નો ત્રીજો દિવસ:બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment