Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી શરૂ:ટ્રમ્પે કહ્યું- અમેરિકાને સામ્યવાદ નથી જોઈતો; વોશિંગ્ટનમાં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી

    1 day ago

    અમેરિકાએ શનિવારે આઝાદીના 250 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી. આ પ્રસંગે દેશભરમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમ વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલમાં યોજાયો હતો, જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વરસાદ અને વાવાઝોડાને કારણે કાર્યક્રમમાં મોડું થયું હતું, પરંતુ હવામાન સાફ થયા બાદ સમારોહ શરૂ થયો હતો. પોતાના સંબોધનમાં ટ્રમ્પે સામ્યવાદ પર આકરો પ્રહાર કર્યો. તેમણે કહ્યું, "અમે અમારા દેશમાં સામ્યવાદીઓને નથી ઈચ્છતા. સામ્યવાદ હંમેશા હારતો આવ્યો છે અને આગળ પણ હારશે. આ અમેરિકી વ્યવસ્થાથી બિલકુલ વિપરીત છે." ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સૈનિકોએ દુનિયાભરમાં સામ્યવાદ વિરુદ્ધ લડાઈ લડી, જેથી આ વિચારધારા ક્યારેય અમેરિકાની અંદર સ્થાન ન બનાવી શકે. ભાષણ પછી નેશનલ મોલમાં લગભગ 40 મિનિટ સુધી રેકોર્ડ આતશબાજી થઈ. આ દરમિયાન 8.5 લાખથી વધુ ફટાકડા ફોડવામાં આવ્યા. વ્હાઇટ હાઉસે તેને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્વતંત્રતા દિવસ ફાયરવર્ક શો ગણાવ્યો. અમેરિકાની આઝાદીના 250 વર્ષના જશ્ન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Trisha Krishnan calls out apparel brand over stinky clothes: ‘They reek of body odour’
    Next Article
    જમ્મુ-કાશ્મીરની સરકારી સ્કૂલોમાં વહેંચાયેલા પુસ્તક પર વિવાદ:હાફિઝ સઈદને મહાન ગણાવ્યો, ભાજપે કહ્યું- આ એકેડેમિક જેહાદ; UAPA હેઠળ FIR નોંધાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment