Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં અર્થરંગ 2026નો ત્રીજો દિવસ:બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરાયું

    2 days ago

    વડોદરા, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલા 'અર્થરંગ 2026' ફેસ્ટના ત્રીજા દિવસે વિવિધ બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેકલ્ટી કેમ્પસમાં ઉત્સાહપૂર્ણ અને સર્જનાત્મક વાતાવરણ જોવા મળ્યું. આ દિવસે ડિબેટ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય પાઠન (Poetry Recitation), એક્સટેમ્પોર એલોક્યુશન, કેરેક્ટર ડે, બેન્ડ પ્રદર્શન, લાઇટ વોકલ સોલો/ડ્યુએટ (સિંગિંગ) અને અંતાક્ષરી જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ડિબેટ અને એક્સટેમ્પોર એલોક્યુશન જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર તર્કસભર ચર્ચા કરી, પોતાના વિચારો આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા. નિબંધ લેખન અને કાવ્ય પાઠન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સાહિત્યિક પ્રતિભા અને કલ્પનાશક્તિનું પ્રદર્શન કર્યું. કેરેક્ટર ડે દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રોના વેશભૂષા ધારણ કરીને અનોખી સર્જનાત્મકતા દર્શાવી, જે કેમ્પસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. સંગીતપ્રેમી વિદ્યાર્થીઓએ લાઇટ વોકલ સિંગિંગ અને બેન્ડ પ્રદર્શન દ્વારા માહોલને સંગીતમય બનાવ્યો. અંતાક્ષરી સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો તેમને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. દિવસભર વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને દર્શકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયેલો રહ્યો.આમ, 'અર્થરંગ 2026' નો ત્રીજો દિવસ વિવિધ પ્રતિભાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિથી ભરપૂર રહ્યો.
    Click here to Read More
    Previous Article
    ફાયર સ્ટેશનમાં અજાણ્યા યુવકનો હુમલો:આડેધડ પથ્થરમારોનાં ઘા કરી ભારે હોબાળો મચાવ્યો, કર્મચારીનાં કપડાં ફાડતા પોલીસને સોંપાયો
    Next Article
    ચોકલેટ ખવડાવી વડોદરાની 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ:ટ્રસ્ટમાં કામ માટે ગઈ ને આરોપીએ પીંખી નાખી, 6 મહિનાના ગર્ભની જાણ થતાં માતા શોકમગ્ન, બંને આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment