Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:સ્પામ ઈમેલથી છૂટકારો કેવી રીતે મેળવશો?

    1 day ago

    કેવલ ઉમરેટિયા ‘U nsubscribe’ કરવા છતાં રોજ આવતા સ્પામ ઈમેલને કાયમ માટે કેવી રીતે બંધ કરવા?- જીતુભાઇ હરખાણી સૌથી પહેલાં એ સમજો કે અસલી કંપનીઓ (જેમ કે Amazon, Flipkart કે તમારી બેંક)નું ‘Unsubscribe’ બટન કામ કરે છે, પણ સાયબર ગઠિયાઓ માટે આ બટન એક જાળ સમાન છે. જ્યારે તમે કોઈ અસલી કંપનીના ઈમેલને અનસબસ્ક્રાઈબ કરો છો, ત્યારે તે તમને ઈમેલ મોકલવાનું બંધ કરે છે, પણ જ્યારે તમે કોઈ ‘ફ્રોડ’ કે ‘સ્પામ’ ઈમેલમાં આપેલી અનસબસ્ક્રાઈબ લિંક પર ક્લિક કરો છો, ત્યારે ગઠિયાઓને ખબર પડી જાય છે કે આ ઈમેલ આઈડી ‘એક્ટિવ’ છે અને કોઈ અસલી માણસ તેને વાંચી રહ્યો છે. ત્યારબાદ તેઓ તમને ફિશિંગવાળા ઈમેલ મોકલવા લાગે છે. એટલે તો પહેલાં કોઈ પણ અજાણ્યા કે સ્પામ ઈમેલને ક્યારેય ‘Unsubscribe’ કરવાની ભૂલ ન કરવી! શું કરવું જોઇએ? ઈમેલને માત્ર ‘સ્પામ’ ફોલ્ડરમાં નાખવાને બદલે, જીમેલમાં ઉપર જમણી બાજુ આપેલા ત્રણ ટપકાં (⋮) પર ક્લિક કરો અને “Report Phishing’ (ફિશિંગનો રિપોર્ટ કરો) પસંદ કરો. આનાથી ગૂગલ ઇમેલ મોકલનારને બ્લોક કરી દેશે. શંકાસ્પદ ઈમેલમાં આપેલી કોઈ પણ લિંક પર ક્લિક કરવું જોખમી છે. તેને ખોલ્યા વગર જ સીધા Delete કરો. Gmailમાં ઉપર જમણી બાજુ ત્રણ ટપકાં (⋮) પર ક્લિક કરો અને ‘Block [sender name]’ પસંદ કરો. જીમેલના સેટિંગમાં જઈને ‘Filters and Blocked Addresses’નો ઉપયોગ કરો. તમે એવા શબ્દોને બ્લોક કરી શકો છો જે સ્પામમાં વધારે આવતા હોય (જેમ કે- Lottery, Bitcoin, Urgent, Hacker). આનાથી કોઈ ચોક્કસ શબ્દ કે ડોમેઇનવાળા બધા જ ઈમેલ આપમેળે Delete અથવા Archive થઈ જશે. જો આટલું કર્યા પછી પણ ઈમેલ આવવાના બંધ ન થાય અને તમારું આઈડી બહુ જૂનું થઈ ગયું હોય, તો એક નવું ઈમેલ આઈડી બનાવી લો. બેંક અને અગત્યનાં કામો માટે તેનો ઉપયોગ કરો અને જૂના આઈડીનો ઉપયોગ માત્ર નાની-મોટી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવવા પૂરતો જ રાખો. તમને ધમકીભર્યા કે ફિશિંગવાળા ઈમેલ આવે તો cybercrime.gov.in પર જઈને ઓનલાઈન ફરિયાદ કરો. ઈમેલ ડિલીટ કરતાં પહેલાં તેનો સ્ક્રીનશોટ લો. સહેલાઈથી યાદ રહે અને હેક ન થઇ શકે તેવા પાસવર્ડ કઇ રીતે બનાવવા? - સિદ્ધાર્થ સોનાવાલા નબળા પાસવર્ડ કયા છે? તમારું નામ, જન્મતારીખ, 123456 અથવા ‘password’ જેવો સ્પેલિંગ. આ પ્રકારના પાસવર્ડને હેક કરવા કે અંદાજ લગાવવો હેકર્સ માટે ડાબા હાથનો ખેલ છે. તો પછી મજબૂત પાસવર્ડ કેવો હોવો જોઇએ? તેનો જવાબ છે કે પાસવર્ડ ઓછામાં ઓછો 12 અક્ષરોનો હોવો જોઈએ અને તેમાં કેપિટલ અક્ષરો, સ્મોલ અક્ષરો, આંકડા (0-9) અને સ્પેશિયલ કેરેક્ટર (@, #, $, વગેરે)નું મિશ્રણ હોવું ખૂબ જરૂરી છે. નીચે કેટલીક સરળ અને પ્રેક્ટિકલ રીતો આપેલી છે. વાક્ય પરથી પાસવર્ડ એક નાના અને અટપટા પાસવર્ડ (જેમ કે Ram@123) કરતાં એક આખા વાક્યનો પાસવર્ડ વધારે સુરક્ષિત હોય છે. તમારી જિંદગી સાથે જોડાયેલું કોઈ એવું વાક્ય વિચારો જે તમને સહેલાઈથી યાદ રહે. ઉદાહરણ તરીકેઃ MariDikri@1985Janmi! (કેપિટલ-સ્મોલ અક્ષરો, નંબર્સ અને ચિન્હો બધું જ આવી ગયું) માતૃભાષાનો જાદુ જો તમે પાસવર્ડ માટે અંગ્રેજીના બદલે માતૃભાષા (ગુજરાતી)ના શબ્દ પસંદ કરશો તો પાસવર્ડ તોડવો હેકર્સ માટે વધુ મુશ્કેલ બની શકે. ઉદાહરણ તરીકે: GanthiyaJalebi#99 અથવા KemChoAmreli@55 બેઝ અને વેબસાઈટ ફોર્મ્યુલા દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ રાખો. તમારો એક ‘બેઝ’ પાસવર્ડ બનાવી લો અને તેની આગળ-પાછળ એપ કે વેબસાઇટનું નામ જોડી દો. માની લો કે તમારો બેઝ પાસવર્ડ છે: MaruGhar@102, ફેસબુક માટે: MaruGhar@102FB, જીમેલ માટે: MaruGhar@102GM, એમેઝોન માટે: AmzMaruGhar@102 ડાયરી અને પાસવર્ડ મેનેજર વડીલોએ પોતાના પાસવર્ડ એક ડાયરીમાં લખી રાખવા જોઇએ. શરત માત્ર એટલી કે એ ડાયરી તમારા ઘરના કોઈ સુરક્ષિત ખાનામાં કે કબાટમાં હોવી જોઈએ. પાસવર્ડ ક્યારેય ફોનની ‘Notes’ કે ‘Contacts’માં સેવ ન કરવા. આ ઉપરાંત તમે પાસવર્ડ મેનેજરનો પણ ઉપયોગ કરી શકો. તમારે માત્ર એક ‘માસ્ટર પાસવર્ડ’ યાદ રાખવાનો, બાકીના બધા પાસવર્ડ આ એપ સુરક્ષિત રીતે સાચવશે. પાસવર્ડ માટેના કેટલાક નિયમો
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:ભોજશાળા: પથ્થરોમાં કેદ વિદ્યા અને વિવાદ
    Next Article
    મનદુરસ્તી:એક બાજુ પ્રમોશન છે તો બીજી બાજુ પરેશાની

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment