Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:એક બાજુ પ્રમોશન છે તો બીજી બાજુ પરેશાની

    1 day ago

    સમાયાના ચહેરા પર મૂંઝવણ અને નિરાશાનું મિશ્રણ હતું. ‘ડૉક્ટર, હું એક ફાઇનાન્સ કંપનીમાં આઇ.ટી. મેનેજર છું. હવે મને પ્રમોશન મળવાનું છે, પણ મારી એ સ્વીકારવાની જરાય ઇચ્છા નથી, કારણ કે મારે હવે પી.આર. અને એચ.આર. બંને ડિપાર્ટમેન્ટ સંભાળવાના છે. આમ તો અમારા ઓળખીતાની જ કંપની છે. મને હવે ઓલમોસ્ટ પચાસ ટકા વધારે પગાર મળશે. એ લોકોએ મને કહ્યું હતું કે તારું પ્રમોશન થશે અને પગાર પણ વધશે એટલે મેં નવું ઘર બુક કરી લીધું છે. એનાં ઇન્સ્ટોલમેન્ટ આવતા મહિને ચાલુ થશે. પૈસાની તો બહુ ચિંતા નથી પણ એ જોબ-પ્રોફાઇલ એવી છે કે જેમાં મારે રોજ નવાં-નવાં લોકોને મળવું પડશે. મીટિંગમાં પ્રેઝન્ટેશન્સ આપવાં પડશે. પ્રમોશનલ પ્રોગ્રામ્સ કરવા પડશે. ટૂંકમાં મારે અજાણ્યા લોકોને મળવું પડશે. એ મારા માટે ખૂબ જ અઘરું કામ છે. આ બધું વિચારીને જ મારા પગ નીચેથી જમીન સરકી જાય છે. મને ખૂબ બેચેની અને ગભરામણ થઇ જાય છે. એક બાજુ પ્રમોશન છે તો બીજી બાજુ પરેશાની છે. શું કરું સમજ પડતી નથી.’ સમાયાની સમસ્યાને મનોચિકિત્સામાં ‘સોશિયલ એંગ્ઝાયટી ડિસઓર્ડર’ અથવા ‘સોશિયલ ફોબિયા’ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં દર્દીને અમુક ચોકક્સ સામાજીક પરિસ્થિતિઓમાં અચાનક વિકૃત ભય અનુભવાય છે. ખાસ કરીને જ્યાં સામે કોઇ અજાણ્યા માણસો હોય કે કોઇ નવી વ્યક્તિ પોતાની પૂછપરછ કરવાની હોય ત્યાં આ સ્થિતિ ઊભી થાય છે. કેટલીક સામાજીક પરિસ્થિતિઓમાં પોતે શરમજનક સ્થિતિમાં મુકાશે કે મુંઝાઇ જશે એવો સતત ભય રહ્યા કરે છે. જેમ કે ઘણા લોકોની મીટિંગ હોય, ગ્રૂપ ગેધરિંગ હોય, લગ્ન જેવા સામાજીક પ્રસંગો હોય, જ્યાં ઘણા લોકોની સમક્ષ કંઇ બોલવાનું હોય, સ્ટેજ પર જવાનું હોય, કોઇ પ્રેઝન્ટેશન આપવાનું હોય કે અજાણ્યા નવા લોકોને મળવાનું હોય! કેટલાકને તો વળી જાહેરમાં જમવાનો પણ સંકોચ થતો હોય છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે દર્દીને એ જે-તે પરિસ્થિતિનો ભય હોય એ કરતાં ‘એ પરિસ્થિતિમાં પોતે ક્યાંક ક્ષોભજનક કે શરમજનક સ્થિતિમાં મુકાશે તો?’ એવો ભય વધારે હોય છે. બીજા લોકોના જજમેન્ટનો વિકૃત ભય દર્દીને ક્યારેક પબ્લિક બિહેવિયર સરળતાથી કરવા દેતો નથી અને આ ભય એવો તીવ્ર પ્રકારનો હોય છે કે એના લીધે ક્યારેક પેનિક-એટેક સુદ્ધાં આવી શકે છે. ‘મારું વર્તન કે પર્ફોમન્સ લોકોને નહીં ગમે અને લોકો મારો સ્વીકાર નહીં કરે’ એવી લોકોનાં અપ્રૂવલ અને જજમેન્ટની સતત ચિંતા સમસ્યાના કેન્દ્રમાં હોય છે. સમાયાની હિસ્ટ્રી લીધા બાદ એ મહત્ત્વની વાત જાણવા મળી કે, આઠમા ધોરણમાં સમાયાએ એક સાયન્સ પ્રોજેક્ટ ખૂબ મહેનતથી તૈયાર કરેલો, એને સાયન્સ ખૂબ ગમતું. જ્યારે એના વિશે એને એક સાયન્સ એક્ઝિબિશનમાં ચીફ ગેસ્ટ સામે બોલવાનું હતું ત્યારે એના અન્ય મિત્રોએ એનો ખૂબ હુરિયો બોલાવ્યો હતો. અને એનું પબ્લિક ઇન્સલ્ટ કર્યું હતું. એટલું જ નહીં એ પછી એના સાયન્સમાં માર્ક્સ પણ ઓછા આવતા થઇ ગયા. આ ઘટના પછી એ તરફ એનું વલણ બદલાઇ ગયું. આગળ ઉપર એણે કોમર્સ ભણવાનું નક્કી કર્યું. પણ, પેલો સામાજીક સ્થિતિમાં ઊભો થયેલો ભય છેવટે સોશિયલ એંગ્ઝાયટી ડિસઓર્ડરમાં પરિણમ્યો. ત્યાર પછી ખાસ એવા પબ્લિક બિહેવિયરના બહુ પ્રસંગો આવ્યા નહીં. અલબત્ત એણે ધીરે ધીરે દૂરના ઓળખીતાના લગ્ન જેવા પ્રસંગોએ જવાનું બંધ કરી દીધું. ખૂબ નજીકના હોય તો પણ ટોળામાં એ પાછળ જ રહે. ક્યાંય ફોટોમાં પણ ન આવી જાય એનું ધ્યાન રાખે. કોલેજમાં અમુક વિષયોમાં પબ્લિક ડિસ્કશન માંડ-માંડ પૂરું કરે. ધીમે ધીમે આ ‘સામાજીક ભય’ ભરડો લેતો ગયો અને સમાયા એમાં સમાવા માંડી. સમાયા જેવા દર્દીને દવાઓ અને સાયકોથેરાપી બંનેનો સમન્વય અથવા બેમાંથી કોઇ એક થેરાપી ઉપયોગી નીવડે છે. ખાસ કરીને S.S.R.I. પ્રકારની કે અન્ય એન્ટી-એંગ્ઝાયટી દવાઓ સારું કામ આપે છે. સાયકોથેરાપીની દૃષ્ટિએ કોગ્નિટિવ, બિહેવિયરલ કે સપોર્ટિવ સાયકોથેરાપી ખૂબ સારું કામ આપે છે. હિપ્નોથેરાપી પણ સફળ સારવાર સાબિત થયેલ છે. ઘણી વાર દર્દીને તેની સમસ્યાના ઉદભવ અને ફેલાવા વિશે ‘ઇનસાઇટ-ઓરિએન્ટેડ સાયકોથેરાપી’ આપવી હિતાવહ નીવડે છે. અંતરમનના સંઘર્ષો જાણીને એને નિવારવાથી આવા એંગ્ઝાયટી ડિસઓર્ડર્સમાં ચોકક્સ ફાયદો થાય છે. વિનિંગ સ્ટ્રોક ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના, છોડો બેકાર કી બાતોં મેં, બીત ન જાયે રૈના.’ - કિશોરકુમાર, આનંદ બક્ષી, ફિલ્મઃ અમરપ્રેમ
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:સ્પામ ઈમેલથી છૂટકારો કેવી રીતે મેળવશો?
    Next Article
    રેઈનબો:ઈન્દુમતી શેઠ: સંસ્કાર, સાહસ અને શિક્ષણના પર્યાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment