Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:ભોજશાળા: પથ્થરોમાં કેદ વિદ્યા અને વિવાદ

    1 day ago

    માયા ભદૌરિયા ભારતનો ઇતિહાસ જ્ઞાન અને વિજ્ઞાનથી સમૃદ્ધ છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ધાર (મધ્ય પ્રદેશ)ની ઐતિહાસિક ભોજશાળા છે. કમનસીબે, જ્યાં એક સમયે વેદમંત્રો ગુંજતા હતા, ત્યાં આજે કાયદાકીય વિવાદો ચાલી રહ્યા છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ભલે તેને ‘ભોજશાળા મંદિર-કમાલ મૌલા મસ્જિદ સંકુલ’ તરીકે ઓળખાવે છે, પણ આ 11મી સદીના સ્મારકની ગાથા આસ્થા અને રાજકારણ સાથે જોડાયેલી છે. તેનો પાયો 1034માં પરમાર વંશના પ્રતાપી રાજા ભોજે નાખ્યો હતો. આધુનિક યુનિવર્સિટી કરતાં પણ ચડિયાતી 1035માં વસંત પંચમીના દિવસે અહીં મા સરસ્વતીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે તે ‘સરસ્વતી સદન’ તરીકે પ્રચલિત હતી. આ ફક્ત શૈક્ષણિક સંસ્થા નહોતી, પણ વિશ્વનું પ્રથમ સંસ્કૃત અભ્યાસ કેન્દ્ર હતું, જ્યાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા હતા. અહીં બ્રહ્માંડનાં રહસ્યો અને ગ્રહોની ચોક્કસ ગતિની ગણતરીઓ શીખવવામાં આવતી, અઘરી ચિકિત્સા પદ્ધતિઓ તેમજ જડીબુટ્ટીઓનાં સંશોધન થતાં, આકાશમાં ઉડવાની કળા અને એના યંત્રો ઉપર પ્રયોગો થતા, યંત્રો બનાવવાની તકનીકી વિદ્યા પણ શીખવવામાં આવતી. દીવાલો પર અંકિત વ્યાકરણ અને કલા ભોજશાળા સંકુલના સ્તંભો અને તેની છતો પરની કોતરણી મૂળ પ્રાચીન મહાવિદ્યાલયનો હિસ્સો છે. અહીંની દીવાલો પર સંસ્કૃત વ્યાકરણ, સંજ્ઞાઓ અને ક્રિયાઓ પથ્થરો પર કોતરવામાં આવ્યાં છે. ભગવાન વિષ્ણુના કૂર્માવતાર પર પ્રાકૃત ભાષામાં લખાયેલા સ્તોત્રો પણ જોવા મળે છે. કાલિદાસ અને બાણભટ્ટ જેવા વિદ્વાનોની પરંપરાનું આ મુખ્ય કેન્દ્ર હતું. આક્રમણ અને સ્વરૂપ બદલવાનો પ્રયાસ ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ અને અયોધ્યાની જેમ, ભોજશાળા પર પણ ઇસ્લામિક આક્રમણ થતાં રહ્યાં. આ શૈક્ષણિક વિરાસત પર પહેલો ઘા પડ્યો 1305માં. જ્યારે અલાઉદ્દીન ખીલજીએ આક્રમણ કર્યું. ત્યાં અભ્યાસ કરી રહેલા અંદાજે 1200 જેટલા નિર્દોષ હિંદુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓની નિર્મમ હત્યા કરી હતી. 1401માં દિલાવર ખાને, 1514 માં મહેમૂદ શાહ ખીલજીએ વારંવાર હુમલાઓ કરીને મંદિરનાં પવિત્ર સ્થાપત્યો અને શિલ્પોને તોડી પાડ્યાં. એ પછી તેના મૂળ માળખામાં ફેરફાર કરી ત્યાં મસ્જિદ જેવું બાંધકામ ઊભું કરી દીધું. 2024નો ASI સર્વે: ખોદકામમાં શું મળ્યું? ખોદકામ દરમ્યાન મા વાગ્દેવી, ભગવાન ગણેશ, બ્રહ્માજી, હનુમાનજી અને શ્રીકૃષ્ણ સહિત કુલ 39 મૂર્તિઓ, 1710 જેટલા પ્રાચીન અવશેષો મળ્યા. ગર્ભગૃહની સામેથી ‘ગૌમુખ’ અને સંકુલના મધ્ય ભાગમાં ‘યજ્ઞશાળા’ના સ્પષ્ટ અવશેષો મળ્યા છે. હિંદુ દેવી-દેવતાની મૂર્તિને જાણીજોઈને ઘસી નાખવાના પ્રયાસો થયા છે. ભોજશાળાના ઇતિહાસનું સૌથી દુઃખદ પાસું 1875ની ઘટના છે. ખોદકામ દરમિયાન મા વાગ્દેવી (સરસ્વતીમાતા)ની જે પ્રતિમા મળી તેને અંગ્રેજો પોતાની સાથે લંડન લઈ ગયા. આ મૂર્તિ આજે પણ બ્રિટિશ મ્યુઝિયમમાં જ છે. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ ભોજશાળા વિવાદમાં શાંતિ અને પારદર્શિતા જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશો આપ્યા છે. કોર્ટે એક સંયુક્ત વ્યવસ્થા ઊભી કરી છે, જે અંતર્ગત બંને સમુદાયો પોતાની ધાર્મિક વિધિઓ કરી શકે તે માટે અલગ-અલગ નિર્ધારિત સમય અને જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ કેસનો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી સ્મારકના મૂળ માળખામાં કોઈપણ પ્રકારની તોડફોડ કે પરિવર્તન કરવા પર કડક પ્રતિબંધ મૂકીને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. પરમાર વંશના પ્રતાપી રાજા ભોજ રાજા ભોજ માત્ર એક યોદ્ધા જ નહીં, પણ 72 કલાઓ અને 36 પ્રકારના આયુધ વિજ્ઞાનના મહાન જ્ઞાતા હતા. તેઓ સાહિત્ય, ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવા વિવિધ વિષયોના ઊંડા અભ્યાસુ હતા. એટલે જ તેમને ‘કવિરાજ’નું બિરુદ મળ્યું હતું. તેમની દીર્ઘદ્રષ્ટિનું શ્રેષ્ઠ ઉદાહરણ ભોપાલનું નિર્માણ અને ત્યાં આવેલું વિશાળ ભોજતાલ (તળાવ) છે, જે તે સમયની એન્જિનિયરિંગ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. ન્યાયપ્રિયતા માટે જાણીતા રાજા ભોજે ભોજપુરનાં વિશાળ શિવ મંદિર જેવાં અનેક સ્થાપત્યો દ્વારા સંસ્કૃતિનું જતન કર્યું. આજે પણ તેમની લોકપ્રિયતા ‘કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તેલી’ જેવી લોકોક્તિ અને ભોપાલમાં સ્થિત તેમની 32 ફૂટ ઊંચી પ્રતિમા દ્વારા અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:નવે તે નવી રે નવ ભાયુંની જોડ્ય જાડેજા
    Next Article
    સાયબર સિક્યુરિટી:સ્પામ ઈમેલથી છૂટકારો કેવી રીતે મેળવશો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment