Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:નવે તે નવી રે નવ ભાયુંની જોડ્ય જાડેજા

    1 day ago

    નવે તે નવી રે નવ ભાયુંની જોડ્ય જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ તો લીધી ચોપાટ માંડ્યાં સોગઠાં, એ જાડેજા ભાવસંગજી રે. બાજીએ રમતાં રે થઇ જોને વઢવેડ જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ તો ફેંકી ચોપાટ ભાંગ્યાં સોગઠાં, એ જાડેજા ભાવસંગજી રે. થયાં તે થયાં રે નવલાં જોને વેર જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ લીલી ઘોડીને પીળો ચાબખો, એ જાડેજા ભાવસંગજી રે. ઘોડલે ચડતાં રે થઇ છે જોને છીંક જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ તો માથે સુકાન મચેલ મામલો, એ જાડેજા ભાવસંગજી રે. લાલિયા લંઘા રે શરણાયું વગાડ્ય જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ તો ધૂળની ધમાસે સૂરજ ઢાંકિયા એ જાડેજા ભાવસંગજી રે. તૂટી રે તૂટી રે નવ ભાયુંની જોડ્ય જાડેજા, એ જાડેજા ભાવસંગજી રે. આ તો તૂટી ઈંઢોણી ફૂટ્યાં બેડલાં, એ જાડેજા ભાવસંગજી રે. લોકસાહિત્ય અને લોકસંગીત થકી તત્કાલીન સમાજની સભ્યતા, સંસ્કૃતિ, તાસીર સહિતનું બધું જ જાણી શકાય. લોકસાહિત્ય એટલે લોક સામે ધરેલો ચોખ્ખોચણાક આયનો! જે તે સમયના લોકોની દેશી રમતો, એમાં ક્યારેક થતી જીભાજોડી, સર્જાતો સંઘર્ષ, વેરઝેર, જીવ સટોસટનાં ધીંગાણાં, ખૂનખરાબાં ને એમાંથી શરૂ થતો બે પરિવારોનો વર્ષો સુધી ચાલનારો કજિયો. આ બધું ગ્રામજીવન અને લોકજીવનમાં બનતું એટલે આપણાં પરંપરિત સાહિત્યમાં એ ડોકાવાનું. ‘નવે તે નવી રે, નવ ભાયુંની જોડ્ય જાડેજા...’ સાવ ઓછું જાણીતું લોકગીત છે, જેમાં સાવ સામાન્ય લાગતી વાતમાંથી જન્મેલો વેરભાવ ને હત્યા સુધીની વાત ગાવામાં આવી છે. ભાવસંગજી જાડેજા કોઈની સાથે ચોપાટ રમવા બેઠા છે, રમતાં રમતાં કોઈ વાતે મતભેદ પછી બોલાચાલી થઇ. બાજી રમતા બે પરિચિતો કે ભેરુઓ વચ્ચે વેર બંધાયું ને ધીંગાણે ચડવા ઘોડી તૈયાર કરી, પલાણ માંડવા જાય ત્યાં છીંક આવી. શુકન-અપશુકન લોકમાન્યતામાં ઘર કરીને બેઠું હતું એટલે ભાવસંગજીની છીંક અપશુકનિયાળ સાબિત થશે એવું ત્યાં જ સમજાઈ જાય છે. બૂંગિયો ઢોલ ધડૂકે અને શરણાઈ શૂરવીરાઈના સૂર છેડે તો લડવૈયાઓને શૂરાતન ચડે એની ઝાંખી અહીં થાય છે. લાલિયા લંઘાએ શરણાઈ વગાડી ને બાકાઝીકી એવી જામી કે ધૂળની ડમરીઓ ચડી એમાં સૂરજદેવ ઢબૂરાઈ ગયા પણ ‘કજિયાનું મોં કાળું’ કહેવત અનુસાર નવ ભાયુંની જોડ ખંડિત થઇ ગઈ! પરિવારરૂપી ઈંઢોણીનાં મોતી જાણે કે તૂટી ગયાં! આજે જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જામ્યું છે એમાં અહમ, સર્વોપરિતા સિદ્ધ કરવાનો ખેલ હોય છે, પણ ગ્રામજીવનમાં મોટેભાગે ભોળપણ, ગેરસમજ, વટ, વચનપાલન જેવી બાબતે સંઘર્ષો થતા. ત્યાં સમાધાન બહુ ઝડપથી થઇ જતું, કેમ કે સમજ્યા વિના જ ઝઘડી પડ્યા હોય! આજનાં બહુરાષ્ટ્રીય યુદ્ધો તો નાણાં, અણુ-પરમાણુ શસ્ત્રોના જોરે લડાય છે. દિવસો નહિ, મહિનાઓ પણ નહિ, વર્ષો સુધી ચાલતાં રહે છે. ગામડાંમાં તો બે લોકો કે પરિવારો સવારે ઝઘડ્યા હોય ને સાંજે સાથે બેસીને ચા પીતા હોય! આ જ લોકસંસ્કૃતિ છે ને એમાં જ સૌનું શ્રેય હોય છે.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:છોડ સાથે પીંછું મેં વાવી દીધું,શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે
    Next Article
    આઠમી અજાયબી:ભોજશાળા: પથ્થરોમાં કેદ વિદ્યા અને વિવાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment