Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું ટ્રમ્પ ઈફેક્ટને લીધે સ્ટુડન્ટ વિઝા મળે ખરા?

    1 day ago

    રમેશ રાવલ સવાલ : મને 2009માં અમેરિકાના દસ વર્ષના વિઝા મળેલા. મારી ઉંમર 81 વર્ષની છે. મને વિઝા મળ્યા તે સમયે મુંબઈમાં ઈન્ટરવ્યૂ લીધો નહીં. મારી જવાબદારીવાળી પોસ્ટમાં રજા નહીં મળવાથી અને ભાઈઓ તેમજ ભાભીનાં અવસાન થવાથી વિઝા રિન્યૂ કરાવી શક્યા નહીં. મારી પત્નીના વિઝા હજુ 2027 સુધી ચાલુ છે અને તે બે વાર અમેરિકા જઈ આવી છે. તો આ બાબતે તમે માર્ગદર્શન આપશો? - કિશોર ભટ્ટ, વડોદરા જવાબ : આપની ઉંમર જોતાં 17 કલાકનો ફ્લાઈટમાં ટાઈમ તેમજ બે-ત્રણ કલાક જેટલો ફ્લાઈટ પહેલાં જવાનો સમય જોતાં અને એ ઉપરાંત ખાસ તો ઈન્ડિયન માટે અમેરિકાના એરપોર્ટ ઉપર 13 નવા નિયમો અમલમાં આવ્યા છે. એટલે એ રીતે જોઈએ તો તમને સવાલો પૂછવામાં તથા પેપર્સ વગેરેની તપાસમાં ઘણો સમય ઓફિસર પાસે પસાર કરવો પડશે. આ ઉપરાંત તમારે વિઝા માટે મુંબઈમાં ઈન્ટરવ્યૂ રાખવો પડશે. ડ્રોપ બોક્સમાં એપ્લાય કરાશે નહીં. તેના કરતાં તમારી પૌત્રીના કોન્વોકેશનમાં તમારા લાંબા ઈમેલમાં જણાવ્યા પ્રમાણે તમારી પત્ની ત્યાં જાય તે જ યોગ્ય છે. સવાલ : હાલમાં અમેરિકામાં સેટલ થવાનું કામ ખૂબ જ મુશ્કેલ હોવાથી તે સિવાય બીજા કયા કન્ટ્રીઝ છે તે જણાવી શકો?- એક વાચક, અમદાવાદ જવાબ : દુનિયામાં top 10 countries investment દ્વારા અથવા પ્રોફેશનલ તરીકે ઈમિગ્રેટ થવા માટે છે. જે આ પ્રમાણે છે: (1) પોર્ટુગલ (2) સ્પેન (3) ગ્રીસ (4) આર્જેન્ટિના (5) સેન્ટ કિટ્સ (6) ડોમિનિકા (7) તુર્કી (8) પેરાગ્વે (9) આયર્લેન્ડ અને (10) એક્વાડોર સવાલ : મેં કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે અને મારે માસ્ટર્સ માટે અમેરિકા જવું છે. તો ત્યાં જઈ શકાય?- રોહિત પટેલ, સુરત જવાબ : જો તમારે માત્ર ડિગ્રી મેળવવા માટે જવું હોય તો F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય, પરંતુ ડિગ્રી મળ્યા પછી ત્યાં H-1B વિઝા દ્વારા સેટલ થવું ટ્રમ્પ ઈફેક્ટને લીધે શક્ય નથી. 2024માં કુલ 3 લાખ સ્ટુડન્ટને વિઝા આપ્યાનો ઘટાડો થઈ ગયો છે. એ જ રીતે વિઝિટર વિઝા, H-1B વિઝા વગેરે ઘણી કેટેગરીમાં ખૂબ જ ઘટાડો થશે તેવી ધારણા છે. તમે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા દ્વારા કોલેજની હજારો ડોલર ફી ભરશો તેમજ રહેવાના તથા અન્ય ખર્ચાઓ લાખ્ખો રૂપિયાના કરશો. તો એના બદલે આપણા દેશમાં સ્ટડી કરવા માટે ઘણી સગવડો અને એ પણ ઓછા ખર્ચમાં છે. વળી, ડિગ્રી માટે તો ખાસ સારી સુવિધા અહીં છે એટલે તેનો વિચાર કરી જુઓ. અમેરિકાની ડિગ્રી મળે તો જ સારી જોબ મળે તેવું નથી. અમદાવાદની નિરમા, આઈઆઈએમ તેમજ એનઆઈડીની ડિગ્રીવાળાને સામેથી જોબ ઓફર થાય જ છે. આ ઉપરાંત ઘણાં શહેરોમાં પણ સારી કોલેજો છે જ. સવાલ: મારો મિત્ર 2018ના વર્ષમાં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા સ્ટડી કરવા ગયો ત્યારથી તેની Auntની Motelમાં જ રહેતો હતો અને તેને કોઈ ચાર્જ આપવો પડતો નહોતો. કોલેજની રજાઓમાં તે ઇન્ડિયા આવીને પાછો અમેરિકા ગયો ત્યારે ત્યાંના એરપોર્ટ ઉપર પકડી લઈને એવો આરોપ લગાવેલો કે તે ગેરકાયદે મોટલમાં જોબ કરતો હોવાથી તેને પાંચ વર્ષ માટે ડીપોર્ટ કરીને ઈન્ડિયા પરત મોકલેલ છે, કારણ મોટેલનું એડ્રેસ ઈમિગ્રેશનના ફોર્મમાં લખેલું. હવે તે ફરીથી સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી શકે?- હિતાંશી ગોહિલ, રાજકોટ જવાબ: ના, કારણ કે તેને મોટેલનું એડ્રેસ બતાવેલું હોવાથી તે પાંચ વર્ષ સુધી એપ્લાય કરી શકે નહીં. એરપોર્ટ ઉપર ફોર્મમાં જુદું એડ્રેસ હોસ્ટેલ કે અન્ય આપવું જરૂરી હતું. હવે વિઝા મળશે નહીં. સવાલ: મારા વિઝિટર વિઝા આ વર્ષમાં સમાપ્ત થાય છે. તો મારે વિઝા રિન્યૂ કરવા શું કરવું જોઈએ?- એક વાચક, વડોદરા જવાબ: હા, તમારે વિઝા રિન્યૂ કરાવવા માટે અમદાવાદની ડ્રોપ બોક્સ ફેસિલિટીમાં પદ્ધતિસર તૈયારી કરીને એપ્લાય કરવું જોઈએ. અમેરિકાના વિઝિટર વિઝાને રિન્યૂઅલ કહેવાય નહીં, પરંતુ બીજી વાર 100 વર્ષના વિઝા આપવામાં આવે છે. નવા નિયમો અનુસાર, હવે ઈન્ટરવ્યૂમાં ખૂબ જ સવાલો પૂછીને બધી જ બાબતોની ચકાસણી-ઈન્ક્વાયરી થાય છે. સવાલ : અમે મારી દીકરીની ગ્રેજ્યુએશન સેરેમનીમાં જવા માટે અમેરિકાના વિઝા માટે અરજી કરી હતી, પણ તે રિજેક્ટ થઈ હતી. રિજેક્ટ થવાના કારણમાં કહેવામાં આવ્યું કે ભારતમાં તમારો કોઈ બિઝનેસ નથી કે પછી એવી કોઈ પ્રોપર્ટી નથી. મેં પત્નીના નામે પ્રોપર્ટી બતાવી હતી અને બેન્ક બેલેન્સ પણ બતાવેલું. છતાં આવું કેમ થયું?- હરીશ શાહ, અમદાવાદ જવાબ : સૌપ્રથમ તો એ યાદ રાખો કે, વિઝા ફોર્મમાં બધી જ વિગતો એટલે કે બેન્ક બેલેન્સ સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ્સ વગેરે બતાવવામાં આવતા નથી. હા, તમારે એમાં એ લખવું પડે કે તમારી મહિનાની સેલેરી કેટલી છે? અને જો સેલેરી લાગુ ના પડતી હોય તો તમારે જેના થકી આવક થતી હોય તે દર્શાવવું પડે. મને લાગે છે કે તમારું વિઝા ફોર્મ યોગ્ય રીતે તૈયાર થયું નહીં હોય અને એ જ તમારા વિઝા રિજેક્ટ થવાનું કારણ હોઈ શકે. એટલે ફરીથી ટ્રાય કરો એ પહેલાં સંપૂર્ણ તૈયારી કરજો. એ પછી જ અરજી કરજો.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:ઈર્ષ્યાનું ફળ
    Next Article
    ડૉક્ટરની ડાયરી:છોડ સાથે પીંછું મેં વાવી દીધું,શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment