Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:ઈર્ષ્યાનું ફળ

    1 day ago

    રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા… ઊગતા પહોરનું ટાણું છે. ઉગમણા ગોખેથી સૂરજ મહારાજે કોર કાઢી છે. આભની ભીંતે રતાશ લીંપાઈ ગઈ છે. પંખીએ માળા મેલ્યા છે. ઠાકર મંદિરે ઝાલર વાગે છે. ગાયુંના ગાળા છૂટ્યા છે. કૂવા કાંઠે પનિહારીઓ ટોળે વળી છે. આવા રૂડા ટાણે સાધુડાની મંડળી રાધે ગોવિંદની ધૂન ગજવતી ગામની શેરીયું વીંધી,પાદર વળોટીને સીમના કેડે હાલી જાય છે. લીલુડી ઓઢણીમાં સીમ બહુ રૂડી લાગે છે. માર્ગને કાંઠે ઊભેલાં ઝાડવાં જાણે માથું ધૂણાવીને ધૂનમાં સાદ પૂરાવતાં હોય એવું લાગે છે. સંતની મંડળી અણધારી અટકી જાય છે. માર્ગની વચોવચ એક મોટો પાણો પડ્યો છે. સાધુએ ઈ પાણાને ઉપાડીને એક ઝાડના થડ પાસે મૂકી દીધો. વળી હરિભજન કરતાં કરતાં સંતો પંથે પડ્યા. પછી બન્યું એવું કે, રોંઢો ઢળતાં એક ચિત્રકાર ઈ ઝાડની હેઠે જ બેઠો. ઝોળીમાંથી કટોરા કાઢ્યા. પીંછી કાઢી. રંગની મેળવણી કરી. એટલી વારમાં સૂરજ નારાયણ મેર બેઠા. આથમણી કોર્ય રાતા ને કેસરી રંગના લીસોટા પડ્યા. ધીમે ધીમે રંગમાં ઘેરપ આવી. ચિત્રકાર આભની આ રંગછટાને આબેહૂબ કાગળમાં ઉતારે છે. ઘડી બ ઘડીમાં સંધ્યાના રંગ વિલાયા. ચિત્રકારે સંકેલો કર્યો. વધેલા રંગના કટોરા ઈ પાણા માથે ઢોળી દીધા. પથરાએ લાલ- કેસરી રંગ કાઢ્યા. ચિત્રકાર હાલતો થ્યો. પરોઢ થાતાં તો એક માળી ન્યાંથી નીકળ્યો. પોરો ખાવા ઈ જ ઝાડની હેઠે બેઠો. ફૂલની ગાંસડી હેઠે ઉતારી. થોડીક વાર વિશરામ કરીને હાલતો થ્યો. એની ગાંસડીમાંથી થોડાંક ફૂલ ઈ રાતા પાણા માથે ને થોડાંક આજુબાજુ વેરાણાં. દિવસ ઊગતા માણસોની અવરજવર વધી. બધાંએ જોયું તો ઝાડ હેઠે ભગવાન પરગટ થ્યા છે. પછી તો ધૂપ-દીવા થ્યા. આરતી થવા મંડી. રેતાં રેતાં ભીડ થાવા માંડી. જે નીકળે ઈ દર્શન કરવા રોકાય છે. થોડા સમયમાં તો આ દેવનો મહિમા વધવા મંડ્યો. માનતાયું આવવા મંડી. અડખેપડખેનાં ગામલોકોની આસ્થાનું ઠેકાણું બની ગયું. આ પથરાની પૂજા અને મહિમા જોઈને ઝાડને ઈર્ષ્યા થાય છે. મારગના પથ્થરને કોઈ રંગ છાંટણાં કરી જાય ને રાતોરાત પૂજાવા મંડે ઈ ઝાડથી સહન નો થ્યું. ઈર્ષ્યાની અગનીમાં બળતા ઈ ઝાડે પથરાને પાટું મારીને ફેંકી દીધો. છેટેના એક ઊંડા ખાડામાં જઈને પડ્યો. બીજે દિવસે લોકો આવે છે તો ભગવાન નો દેખાણી. આ જગ્યા જ મેલી હશે એટલે ભગવાન જાતા રિયા. આ ઝાડ જ અપવિત્ર છે, ઉખેડી નાખો! સામટા માણસોએ ભેગા થઈને ઝાડને કાપીને ઉખેડી નાખ્યું. પથરાને સપનું આવ્યું ને ગયું. પણ, ઝાડને તો ઈર્ષ્યા જ ભરખી ગઈ.
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:ગુજરાતના વગડામાંથી મળ્યો એવો ‘ગૂગળ’, જે ગૂગલમાં પણ ન હતો!
    Next Article
    ઈમિગ્રેશન:શું ટ્રમ્પ ઈફેક્ટને લીધે સ્ટુડન્ટ વિઝા મળે ખરા?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment