Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:ગુજરાતના વગડામાંથી મળ્યો એવો ‘ગૂગળ’, જે ગૂગલમાં પણ ન હતો!

    1 day ago

    સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી હંમેશાં વનસ્પતિશાસ્ત્રીઓ અને આયુર્વેદપ્રેમીઓ માટે અચરજનું કેન્દ્ર રહી છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી વનસ્પતિશાસ્ત્રીઓએ ગૂગળની એક તદ્દન નવી પ્રજાતિ શોધી કાઢી છે, જે ગૂગલ (Google) પર પણ ઉપલબ્ધ ન હતી! આ સંશોધન ‘ર્રીડિયા’ જર્નલમાં પ્રકાશિત થયું છે. નવી ગૂગળની પ્રજાતિને ‘કોમીફોરા શંકરસિંહિયાના’ નામ આપવામાં આવ્યું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના જાણીતા પરંપરાગત વૈદ્યરાજ સ્વ. શંકરસિંહ એન. રાજપૂતની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. તેઓ બાળકોમાં થતા ડિપ્થેરિયા જેવા રોગોના ઉપચાર માટે જાણીતા હતા. સામાન્ય રીતે આપણે ત્યાં જોવા મળતી ગૂગળની પ્રજાતિઓ ‘ક્ષુપ’ (નાની ઝાડીઓ) જેવી હોય છે, પણ ઓસમ ડુંગરમાં જોવા મળતાં વૃક્ષો 2-3 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. 2021માં જ્યારે સંશોધકો ખ્યાતિ ઠક્કર અને ડો. પંકજ જોષી પાટણવાવ નજીક ફિલ્ડવર્કમાં હતાં, ત્યારે તેમનું ધ્યાન એક વિશિષ્ટ સૂકા વૃક્ષ પર ગયું. તે સમયે આ છોડ પર એક પણ પાંદડું ન હોવાને કારણે તેની ઓળખ થઈ શકી ન હતી, ભારતમાં જોવા મળતી ગૂગળની પ્રજાતિઓથી નોખી હોવાથી આ નવી શોધ તેનાં ભૌતિક લક્ષણોને કારણે અલગ તરી આવી હતી. હવે આ સંશોધન પ્રકાશિત થતાં આ શોધ પર મહોર લાગી છે. પ્રોફેસર એકતા જોષીએ જણાવ્યું કે, સ્થાનિક પરંપરા મુજબ ‘ખારો ગૂગળ’ અને ‘મીઠો ગૂગળ’ નામથી ગૂગળને અલગ પાડવામાં આવે છે. ગૂગળમાંથી મળતી રાળ અથવા રેઝિનનો ઉપયોગ માત્ર આયુર્વેદિક દવાઓમાં જ નહીં, પરંતુ ચરબી ઘટાડવા અને સાંધાના દુખાવા સહિતના ઈલાજમાં પણ વ્યાપકપણે થાય છે. રસપ્રદ વાત એ છે કે, ઐતિહાસિક સમયમાં પથ્થરોને મજબૂતીથી જોડવા માટે બાંધકામની સામગ્રીમાં પણ ગૂગળનું મિશ્રણ કરવામાં આવતું હતું. શોધ તો થઈ ગઈ, હવે ઇકોલોજીકલ મોનિટરિંગ આવશ્યક આ અમૂલ્ય વનસ્પતિના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ડો. જોષીએ ઉમેર્યું કે, તેના લાંબા ગાળાના સંરક્ષણ માટે સ્થાનિક સમુદાયો અને વન વિભાગ વચ્ચે ગાઢ સંકલન હોવું અનિવાર્ય છે. ચરિયાણ નિયંત્રણ સાથે જ ઇકોલોજીકલ મોનિટરિંગ કરવું એ ગૂગળની આ પ્રજાતિને બચાવવા માટેના પાયાનાં પગલાં છે. પીળું આવરણ, જે આ ગૂગળને નાતથી નોખું પાડે છે આ વૃક્ષની મુખ્ય ઓળખ તેની પીળાશ પડતી છાલ છે, જે પાતળા પતરાની જેમ ઉખડે છે અને તેના થડ પર કાળાશ પડતા મોટા ડુંગરાઉ ટપકાં જોવા મળે છે. આ પ્રજાતિ દ્વિગૃહી (Dioecious) છે, જેમાં નર અને માદા ફૂલો અલગ-અલગ છોડ પર જોવા મળે છે. તેની સૌથી મોટી વિશિષ્ટતા તેના બીજની આસપાસ રહેલું ‘યલો પસ્યુડારિલ’ (Yellow Pseudoaril) એટલે કે પીળા રંગનું આવરણ છે, જે તેને અન્ય તમામ સાથી પ્રજાતિઓથી અલગ પાડે છે. આજે રણભૂમિ કચ્છ મોખરે ગુજરાતના ‘હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ’ ડો. એ.પી. સિંહે જણાવ્યું કે, ગાંડા બાવળના પ્રકોપથી કચ્છમાં ગૂગળ વિલુપ્ત થઈ જાય તેવી સ્થિતિ હતી. વર્ષ 2005માં માંડ 50-60 રોપા એ સમયે બચ્યા હતા. આજે એ જ ગૂગળના બે દાયકા બાદ 5000થી વધુ રોપા ઊભા છે. કચ્છના શુષ્ક અને પથરાળ વિસ્તારમાં ખારો અને મીઠો ગૂગળ મળી આવે છે. ઓસમ ડુંગરની આ નવી શોધ પણ કચ્છ સાથે જોડાયેલી છે, કારણ કે આ સંશોધનમાં ભુજના નિષ્ણાતોનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:શાબ્દિક દુરાચાર!
    Next Article
    દેશી ઓઠાં:ઈર્ષ્યાનું ફળ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment