Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:શાબ્દિક દુરાચાર!

    1 day ago

    જાન્યુઆરી, 2026ના ત્રીજા સપ્તાહમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને દતિયા જિલ્લાના ભાંડેરના વિધાનસભ્ય તથા બહુજન સમાજ પક્ષના મધ્ય પ્રદેશ એકમના ભૂતપૂર્વ વડા ફુલસિંહ બરૈયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘જો કોઈ પુરુષ રસ્તા પર ચાલતી વખતે સુંદર સ્ત્રીને જુએ છે તો ત્યારે તેનું મન વિચલિત થાય છે અને એ વખતે તે તેના પર બળાત્કાર કરે છે.’ એ પછી બરૈયાએ એવું કહ્યું કે ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ સામે જાતીય ગુના વધુ થાય છે.’ એ પાછળનું કારણ આપતા તેમણે આગળ બીજું આઘાતજનક નિવેદન પણ આપ્યું કે ‘હિન્દુ ધર્મના ગ્રંથમાં લખ્યું છે કે પછાત કોમની સુંદર મહિલાઓ પર બળાત્કાર કરવાથી તીર્થ પર જવાનું ફળ મળે છે.’ તેમને જ્યારે પુછાયું કે કયા હિન્દુ ગ્રંથમાં આવું લખ્યું છે?’ ત્યારે તેઓ કોઈ ગ્રંથનું નામ ન આપી શક્યા! આપણા દેશના તમામ રાજકીય પક્ષોના (રીપિટ, તમામ રાજકીય પક્ષોના) રાજકીય નેતાઓ અવારનવાર રેપના મુદ્દે અથવા તો સ્ત્રીઓને ઉતારી પાડતાં વિવાદાસ્પદ એનએ બેફામ નિવેદનો કરતા રહે છે. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે લોકોને એવાં નિવેદનોથી કશો ફરક નથી પડતો! ઓક્ટોબર 10, 2025ના દિવસે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક પ્રાઈવેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી એક યુવતી પર ગેંગરેપ થયો એ પછી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સંવેદનહીન વર્તાવ કરીને નિવેદન આપ્યું હતું કે ‘તે વિદ્યાર્થીની રાતના સાડા બાર વાગ્યે શા માટે પોતાની કોલેજમાંથી બહાર આવી હતી? ખાસ તો છોકરીઓને રાતના સમયે બહાર આવવાની પરવાનગી ન હોવી જોઈએ. તેમને પોતાની જાતને સાચવવી જોઈએ.’ મમતા બેનરજીએ એવું પણ કહ્યું કે ‘પ્રાઈવેટ મેડિકલ કોલેજોએ પણ પોતાના વિદ્યાર્થીઓની જવાબદારી લેવી જોઈએ. પોલીસ કંઈ દરેક ઘર પર નજર ન રાખી શકે. કોઈ વિદ્યાર્થિની રાતે સાડા બાર વાગ્યે બહાર નીકળે એ યોગ્ય ન ગણાય. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે બહાર જઈ શકે, પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એ યોગ્ય ન ગણાય.’ મમતા બેનરજીના એ નિવેદન પછી ખૂબ વિવાદ થયો. ગેંગરેપનો ભોગ બનેલી મેડિકલ સ્ટુડન્ટ યુવતીના પિતાએ મમતા બેનરજીના નિવેદન પછી કહ્યું હતું કે ‘મારી દીકરી રાતના સાડા બાર વાગે નહીં આઠ વાગે બહાર નીકળી હતી!’ એટલે પછી મમતા બેનરજીએ ‘યુ ટર્ન’ મારતાં કહ્યું હતું કે ‘મીડિયાએ મારા શબ્દોને તોડીમરોડીને જુદી રીતે રજૂ કર્યા હતા.’ રાજકીય નેતાઓ દ્વારા સમયાંતરે આઘાતજનક અને ચોંકાવનારા નિવેદનો આવતા રહે છે. મમતા બેનરજીએ એવું કહ્યું હતું કે ‘પોલીસ કંઈ દરેક ઘર પર નજર ન રાખી શકે’ તો આર.આર. પાટીલ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન હતા એ વખતે તેમણે નિવેદન કર્યું હતું કે ‘આપણે દરેક ઘર દીઠ એક પોલીસ કર્મચારી તહેનાત કરીએ તો પણ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને અટકાવી ન શકીએ!’ પાટિલે એવું પણ કહ્યું હતું કે ‘જાહેરાતોમાં મહિલાઓની અશ્લીલ ઇમેજીસનો ઉપયોગ થાય છે એને કારણે મહિલાઓ વિરુદ્ધ જાતીય ગુનાઓ થતા રહે છે.’ જોકે એ પછી પાટીલે પણ બેનર્જીની જેમ ફેરવી તોળ્યું હતું કે મીડિયાએ મને ખોટી રીતે ટાંક્યો હતો! સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન હતા એ વખતે એક મહિલા પત્રકારે ઉત્તર પ્રદેશમાં વધી રહેલી રેપની ઘટનાઓ વિશે તેમને સવાલ કર્યો હતો ત્યારે અખિલેશ યાદવે ઉશ્કેરાઈને કહ્યું હતું કે ‘તમે સલામત છો તો તમે શા માટે આ બધા આંકડાઓની આટલી ચિંતા કરો છો!’ અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવે તો એક ચૂંટણી સભા દરમિયાન અખિલેશથી એક ડગલું આગળ વધીને એવું કહી દીધું હતું કે ‘છોકરાઓથી ક્યારેક (રેપ કરવાની) ભૂલ થઈ જાય એના માટે તેમને ફાંસીએ ન ચડાવી દેવાના હોય! અમે એન્ટિ-રેપ કાનૂન પાછો ખેંચીશું.’ તો ભાજપ નેતા અને મધ્ય પ્રદેશના પ્રધાન કૈલાશ વિજય વર્ગીયએ થોડાં વર્ષો અગાઉ એવું નિવેદન કર્યું હતું કે ‘મહિલાઓ જ્યારે નૈતિકતાની હદ વળોટી જાય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.’ હરિયાણાના રાજકીય નેતા ધર્મવીર ગોયાતે તો બેધડક કહી દીધું હતું કે ‘મને એવું કહેવામાં કશો સંકોચ નથી થઈ રહ્યો કે નેવું ટકા છોકરીઓ પુરુષો સાથે સહમતીથી સહશયન કરતી હોય છે અને પછી ક્રિમિનલ માઈન્ડ સાથે રેપની ફરિયાદ કરતી હોય છે.’ કર્ણાટકના કોંગ્રેસ નેતા ઝમીર અહેમદે નિવેદન કર્યું હતું કે ‘ભારતમાં રેપની સૌથી વધુ ઘટનાઓ એટલા માટે બને છે કે મહિલાઓ પોતાના ચહેરા પર હિજાબ નથી પહેરતી.’ કર્ણાટકના કોંગ્રેસ નેતા અને વિધાનસભ્ય કે. આર. રમેશકુમારે તો બધાને પાછળ પાડી દીધા હતા. તેમણે ડિસેમ્બર, 2021માં કહ્યું હતું કે ‘જ્યારે રેપ ટાળી શકાય એમ ન હોય ત્યારે રેપિસ્ટ સાથે સૂઈ જાઓ અને રેપનો આનંદ માણો.’ કે. આર. રમેશકુમારે જોકે રેપ વિશે ચોંકાવનારું અને આઘાતજનક નિવેદન કર્યું એ મીડિયા પર દોષારોપણ કરવાને બદલે પોતાના બેજવાબદાર અને બેફામ નિવેદન માટે માફી માગી લીધી હતી! આટલી નફ્ફટાઈ આપણા રાજકારણીઓ બતાવી શકે છે! અને એનાથી મોટી આઘાતજનક વાત એ છે કે પબ્લિકને પણ આવાં નિવેદનોથી કશો ફરક નથી પડતો! લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે. તેઓ ઝડપથી આવાં નિવેદનો ભૂલી જતાં હોય છે. અને ક્યારેક તો તેમને આવાં નિવેદનો જેવા ‘ક્ષુલ્લક’ મુદ્દે તેમના પ્રિય નેતાઓની વિરુદ્ધ પત્રકારોની ટિપ્પણી વાંચીને રોષે ભરાઈ જાય છે. આ લેખ વાંચીને પણ જુદા જુદા રાજકીય પક્ષોના ઘણા અંધ સમર્થકોને અને આઈડિયોલોજીના ચક્કરમાં ઈરાદાપૂર્વક અંધ બની જનારા ઘણા સંવેદનહીન વિકૃત બૌદ્ધિકોને ય ગુસ્સો આવશે!
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:કહાં ગયે વો લોગ?
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:ગુજરાતના વગડામાંથી મળ્યો એવો ‘ગૂગળ’, જે ગૂગલમાં પણ ન હતો!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment