Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કળશ ન્યુઝ:હોર્મુઝની ખાડી જેવા દુનિયાનો વેપારબંધ કરી શકે એવાં તાળાં કેટલાં?

    2 days ago

    સદભાગ્ય: દુનિયાના દેશોનો એકબીજા સાથેનો 90 ટકા વેપાર સમુદ્રી રસ્તે થાય છે. સમુદ્ર પર કોઈ તાળાબંધી કરી શકતું નથી એટલે વેપાર આરામથી ચાલ્યા કરે છે. દુર્ભાગ્યઃ સમુદ્ર પર તાળાં મારી શકાતાં નથી પણ કેટલાક સાંકડા સમુદ્રી રસ્તા એવા છે, જ્યાંથી પસાર થવું પડે અને ત્યાં તાળાં પણ મારી શકાય છે. ડેન્માર્કની સામુદ્રધુનિ દેશ: ડેન્માર્ક અને આઈસલેન્ડ સમુદ્ર: ઉત્તર એટલાન્ટિક અને ગ્રીનલેન્ડ સમુદ્ર લંબાઈ: 530 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 6 % રશિયાનો પથારો બહુ મોટો છે. તેને ચોતરફથી બહાર નીકળવા રસ્તા જોઈએ. એવો એક રસ્તો એટલે ડેન્માર્કની સામુદ્રધુનિ. જર્મની માટે પણ એ મહત્ત્વનો રસ્તો છે. વર્ષે ત્યાંથી 49 લાખ બેરલ પેટ્રોલિયમ પસાર થાય છે. જિબ્રાલ્ટરની સામુદ્રધુનિ દેશ: સ્પેન અને મોરક્કો સમુદ્ર: એટલાન્ટિક અને ભૂમધ્ય સાગર લંબાઈ: 58 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 15 % યુરોપના ઘણા દેશો માટે બહાર નીકળવાનો માર્ગ આ 14 કિલોમીટર પહોળી સામુદ્રધુનિ છે. 2025ના વર્ષે ત્યાંથી 20 હજારથી વધારે કન્ટેનર જહાજો પસાર થયાં હતાં. યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચેનો એ સૌથી મોટો દરવાજો છે. સ્પેન, મોરક્કો અને યુકે એ ત્રણેય દેશો સંયુક્ત રીતે તેનું સંચાલન કરે છે. અહીં સામાન્ય રીતે બંધ કરવાની બબાલ થતી નથી. પનામા નહેર દેશ:પનામા સમુદ્ર: એટલાન્ટિક અને પેસેફિક લંબાઈ: 82 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 5-6 % ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે પનામા દેશ વચ્ચેથી પસાર થતી આ કેનાલ સૌથી વધારે મહત્ત્વની અમેરિકા માટે છે. અમેરિકાના પૂર્વ છેડેથી પશ્ચિમ છેડે કોઈ જહાજે જવું હોય તો પનામા તેનો રસ્તો 13 હજાર કિલોમીટર ટૂંકો કરી આપે છે. 1914થી કામ કરતી કેનાલમાં વર્ષે 14 હજાર જેટલાં જહાજ પસાર થાય છે અને એમાંથી 70 ટકા એકલાં અમેરિકાનાં હોય છે. પનામાને વર્ષે સરેરાશ 2 અબજ ડૉલર ટોલટેક્સના મળે છે. બાબ અલ માંદેબ દેશ: યમન અને જિબુતી સમુદ્ર: રાતો અને એડનનો અખાત લંબાઈ: 30 કિલોમીટર વિશ્વ વેપારમાં હિસ્સો : 10-12 % હોર્મુઝની ખાડી બંધ થાય તો સાઉદી અરબનાં અમુક જહાજો બીજા છેડે આવેલી બાબ અલ માંદેબ નામની ખાડીમાંથી પસાર થવાનું વિચારે. વિચારે, થઈ શકે એવું જરૂરી નથી. કેમ કે ત્યાં યમનના હૂથી બળવાખોરોનો કબજો છે. માંદેબ શબ્દનો અરબીમાં અર્થ જ આંસુ થાય છે, જે ત્યાંથી પસાર થનારા દેશની આંખોમાં આવી શકે છે. સુએઝ નહેર દેશ: ઈજિપ્ત સમુદ્ર: ભૂમધ્ય સાગર અને રાતો સમુદ્ર લંબાઈ: 193 કિલોમીટર વિશ્વ વેપારમાં હિસ્સો: 12થી 15 % સુએઝ નહેર કુદરતી રસ્તો નથી, પરંતુ યુરોપથી એશિયાને જોડી શકાય એ માટે ઈજિપ્તને ચીરીને બનાવાયેલી નહેર છે. તેના પર ઈજિપ્તનો કબજો છે. સામાન ભરેલા રોજના 50થી 60 જહાજો ત્યાંથી પસાર થાય છે. સામાનના પ્રકાર પ્રમાણે તેનું મૂલ્ય 3થી 9 અબજ ડૉલર હોય છે. વર્ષે 1 ટ્રિલિયન ડૉલરથી વધુનો સામાન ત્યાંથી પસાર થાય છે. ઈજિપ્ત ધારે ત્યારે તેની ઝાંપલી બંધ કરી શકે. હોર્મુઝ દેશ: ઈરાન સમુદ્ર: ઈરાનનો અખાત અરબ સાગર લંબાઈ: 193 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 25 % હોર્મુઝની સામુદ્રધુનિના સામા છેડે ઓમાન છે, પણ બહુદ્યા કન્ટ્રોલ ઈરાનનો છે. એ ત્યાં પોતાનાં સંરક્ષક જહાજોની સંખ્યા વધારે એટલે ભલભલા દેશોને મુશ્કેલી પડે. સાઉદી, કતાર, કુવૈત, ઈરાક વગેરેનું રોજનું 20 કરોડ બેરલ પેટ્રોલિયમ ત્યાંથી પસાર થાય છે. ઈરાન પાસે એ સૌથી મોટું હથિયાર છે. ઉપગ્રહોની તસવીરમાં સ્પષ્ટ થયું છે કે જાન્યુઆરીમાં જે જહાજો હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં હતાં તેમાંથી 90 ટકાએ બ્રેક મારી દીધી છે. તુર્કીની સામુદ્રધુનિ દેશ: તુર્કી | સમુદ્ર: કાળો સમુદ્ર અને ભૂમધ્ય સાગર લંબાઈ: 30 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 3 % રશિયાને વિશ્વ વેપાર માટે જે રસ્તાની જરૂર પડે એ તુર્કીના પાદરમાંથી પસાર થાય છે. આ સામુદ્રધુનિ થોડી ધુનિ પ્રકારની છે. કેમ કે એ સૌથી પહેલાં કાળા સમુદ્રમાંથી માર્મરા સમુદ્રમાં આવે છે. ત્યાંથી એજિયન સમુદ્રમાં આવે છે. એજિયન સમુદ્ર વળી ભૂમધ્ય સાગરને સ્પર્શે છે. કુલ લંબાઈ સવા ત્રણસો કિલોમીટર છે. જગતનો 25 ટકા ઘઉંનો જથ્થો ત્યાંથી બહાર નીકળે છે. તાઈવાનની સામુદ્રધુનિ દેશ: તાઈવાન અને ચીન સમુદ્ર: સાઉથ ચાઈના અને ઈસ્ટ ચાઈના લંબાઈ: 180 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 20 % આખા તાઈવાન પર ચીન પોતાનો હક્કદાવો કરે છે એટલે આ સામુદ્રધુનિ પણ પોતાની જ હોવાનું કહે છે. ચીન માટે બહુ મહત્ત્વનો રસ્તો છે. વર્ષે ચીનનો સવા-દોઢ ટ્રિલિયન ડૉલરનો માલ-સામાન ત્યાંથી પસાર થાય છે. ચીન તાઈવાન વચ્ચે અહીં સંઘર્ષ થયા કરે છે. મલક્કા દેશ: મલેશિયા-ઈન્ડોનેશિયા સમુદ્ર: આંદામાન અને દક્ષિણ ચીન સાગર લંબાઈ: 900 કિલોમીટર વિશ્વ વેપારમાં ફાળો: 25 % એક બાજુ મલેશિયા અને બીજી તરફ ઈન્ડોનેશિયા વચ્ચેની આ સાંકડી સમુદ્રી શેરીમાંથી જગતનો 25 ટકા સમુદ્રી વેપાર પસાર થાય છે. દક્ષિણ ચીન સમુદ્રથી હિન્દ મહાસાગરમાં આવનારાં જહાજો માટે આ સૌથી સરળ રસ્તો છે. હિન્દ મહાસાગરમાં આવતા પહેલાં રસ્તામાં નાનો મહાસાગર આવે, આંદામાન સમુદ્ર. ત્યાંથી રોજનું સરેરાશ 2.32 કરોડ બેરલ પેટ્રોલિયમ પસાર થાય છે. ઈરાને આ લખાય છે ત્યાં સુધી તો હોર્મુઝની ખાડી બંધ નથી કરી, ત્યાં પહેરેદારી જરૂર વધારી દીધી છે. પણ ઈરાન ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે અને જગતનું 20 ટકાથી વધારે પેટ્રોલિયમ અટકાવી દે. એવાં તાળાં જગતમાં ઘણાય છે. ફ્રાન્સ, જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઈંગ્લિશ ચેનલ, દક્ષિણ અમેરિકા ખંડમાં ચીલીના કાંઠે મેંગેલન સામુદ્રધુનિ, કેનેડાના કાંઠે હડસનની સામુદ્રધુનિ, ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે લોમ્બોક, ઈન્ડોનેશિયા પાસે જ સુન્ડા... વગેરે સમુદ્રી માર્ગો એવા છે, જ્યાંથી આખા જગતનો સમુદ્રી વેપાર ચાલે છે. જગતને બંધ કરવાનાં એ તાળાં પણ છે. ઈરાને આ લખાય છે ત્યાં સુધી તો હોર્મુઝની ખાડી બંધ નથી કરી, ત્યાં પહેરેદારી જરૂર વધારી દીધી છે. પણ ઈરાન ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે અને જગતનું 20 ટકાથી વધારે પેટ્રોલિયમ અટકાવી દે. એવાં તાળાં જગતમાં ઘણાય છે. ફ્રાન્સ, જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઈંગ્લિશ ચેનલ, દક્ષિણ અમેરિકા ખંડમાં ચીલીના કાંઠે મેંગેલન સામુદ્રધુનિ, કેનેડાના કાંઠે હડસનની સામુદ્રધુનિ, ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે લોમ્બોક, ઈન્ડોનેશિયા પાસે જ સુન્ડા... વગેરે સમુદ્રી માર્ગો એવા છે, જ્યાંથી આખા જગતનો સમુદ્રી વેપાર ચાલે છે. જગતને બંધ કરવાનાં એ તાળાં પણ છે.
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:જેવો દેશ તેવો મેનેજમેન્ટનો વેશ
    Next Article
    આજ-કાલ:અમેરિકામાં એલિયન અજરામર છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment