Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:ઈન્દુમતી શેઠ: સંસ્કાર, સાહસ અને શિક્ષણના પર્યાય

    1 day ago

    રક્ષા શુક્લ 1956માં અમદાવાદની એક ચૂંટણીસભામાં ટોળાએ ઇન્દુમતી શેઠની સાડી ખેંચી નાખી હતી, છતાં તેમણે અત્યંત શાંતિથી પોતાનું પ્રવચન પૂરું કર્યું હતું. વળી, 1957માં મહાગુજરાત આંદોલન સમયે જ્યોતિસંઘના બારણા પાસે ટોળાને સમજાવતાં તેઓ લોહીલુહાણ ઘવાયાં હતાં. કહેવાય છે કે ઇન્દુમતીબહેનના જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી જ નિરંજન ભગતનું પ્રસિદ્ધ કાવ્ય ‘પથ્થર થર થર ધ્રુજે’ સર્જાયું હતું. 1970માં તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત થયો હતો. મહિલા ઉત્કર્ષની છત્રછાયા હેઠળ આવતાં તમામ કાર્યો ઈન્દુમતીબહેને નિષ્ઠાપૂર્વક કર્યાં હતાં. સારાભાઈ પરિવારના એકથી વધુ સભ્યોએ વિવિધ રીતે સામાજિક પ્રદાન કર્યું હતું. આ જ પરંપરાનો પથ ઈન્દુમતી શેઠે પણ અપનાવ્યો. અમદાવાદમાં જન્મેલાં ઇન્દુમતીબહેન અગ્રગણ્ય ઉદ્યોગપતિ ચીમનલાલના સુપુત્રી હતાં. ઈન્દુમતીબહેન માત્ર 2 વર્ષનાં હતાં ત્યારે પિતાની છત્રછાયા ગુમાવતા માતા માણેકબા અને પિતરાઈ ભાઈ-બહેન અંબાલાલ સારાભાઈ અને અનસૂયાબહેન સારાભાઈના હૂંફાળા સહવાસમાં ઉછર્યાં. પિતાએ ગરીબ વિદ્યાર્થીઓને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો અને પોતાની સમગ્ર સંપત્તિ શિક્ષણના ઉમદા હેતુઓની પરિપૂર્તિ માટે ટ્રસ્ટને સમર્પિત કરી હતી. શિક્ષણમંત્રી ઈન્દુમતીબહેન નાનપણથી જ દેશભક્તિના સંસ્કાર પામ્યા હતા. ભણવામાં તેઓ એટલાં તેજસ્વી હતાં કે મેટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈમાં પ્રથમ આવી ‘ચેટફિલ્ડ પ્રાઈઝ’ મેળવ્યું હતું. એ પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયાં અને વિષય તરીકે રાજકારણ લઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યાં. ત્યારબાદ તેમણે સી. એન. વિદ્યાવિહારને પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. તેમણે જીવનભર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સેવા આપી હતી. તેઓ બહેનોનાં ઉત્કર્ષ અને સ્વાશ્રયી જીવન માટે વિવિધ પ્રકારની વ્યાવસાયિક તાલીમ આપતાં ‘સમુન્નતિ’ ટ્રસ્ટ અને મહિલા મુદ્રણાલયના સ્થાપક હતાં. તેમણે અમદાવાદમાં ‘ખાદીમંદિર’ સ્થાપી ખાદીનો ખૂબ પ્રચાર કર્યો. દેશસેવિકા તૈયાર કરવામાં તેમણે મૃદુલા સારાભાઈને આગળ રહી સાથ આપ્યો, જેના કારણે 1934માં સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી મહિલા સંસ્થા ‘જ્યોતિસંઘ’ ઊભી થઈ. જેમાં ઇન્દુમતીબહેન એક સક્રિય સભ્ય હતાં. ઈન્દુમતીબહેનનાં માતા માણેકબાએ 40 વર્ષે, પતિના નિધન બાદ પતિનાં સ્વપ્નો સાકાર કરવાનો નિર્ધાર કર્યો. તેમની સ્મૃતિમાં માણેકબાએ 1912માં પ્રથમ સંસ્થા ‘કુમાર છાત્રાલય’ની સ્થાપના કરી અને એ એક સંસ્થાએ અન્ય સંસ્થાઓનાં બીજ રોપ્યાં. માતાની સ્મૃતિમાં તેમણે અડાલજમાં ‘માણેકબા વિનય વિહાર’ની સ્થાપના કરીને માતાનું શિક્ષણ દ્વારા ગ્રામોદ્ધાર કરવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમદાવાદના વિદ્યાવિહારમાં ટેકનિકલ સેન્ટર, બુનિયાદી અધ્યાપન મંદિર, સ્નાતક નયી તાલીમ અધ્યાપન મંદિર, ડિગ્રી અને સર્ટિફિકેટ કોર્સની કૉલેજ, ફાઈન આર્ટ્સ કૉલેજ વગેરે જેવી વ્યાવસાયિક તાલીમ માટેની સંસ્થાઓ વિકસાવવામાં આવી. પોતાના વિશિષ્ટ શૈક્ષણિક અભિગમથી આ સઘળી સંસ્થાઓના સુચારુ સંચાલન સાથે તેના વિકાસ માટે પણ તેઓ સજાગ અને પ્રયત્નશીલ રહ્યાં. 1930માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન તેઓ સ્વદેશી માલના પિકેટિંગ કાર્યમાં સક્રિય રહ્યાં. એકવાર ઈન્દુમતીબહેન અને વિનોદિની નીલકંઠ ધોળકા ગયાં, ત્યાં તેમના પ્રયત્નોથી કાપડની 22 જેટલી દુકાનોમાં સીલ મરાયાં હતાં. તેઓ લોકોને સ્વદેશી પ્રચારના કાર્યમાં સ્વયંસેવક બનવાની અપીલ કરતા. એકવાર એક બહેનને અડધી રાતે તેના દારૂડિયા પતિએ મારી, ત્યારે ઇન્દુમતીબહેન તરત જ તેના ઘરે પહોંચી ગયાં. પતિને સમજાવ્યો, કામ અપાવ્યું અને તેને દારૂ છોડાવવામાં મદદ કરી. તેમણે અનેક ગરીબ બાળકોની ફી ભરી હતી અને જો કોઈના ઘરે ચૂલો ન સળગ્યો હોય તો અનાજ પહોંચાડી દેતાં. 1941માં અમદાવાદના કોમી રમખાણોમાં ટોળા વચ્ચે જઈ શાંતિ સ્થાપવાનું અભૂતપૂર્વ કાર્ય તેમણે કર્યું હતું. 1942માં ‘હિન્દ છોડો’ આંદોલનમાં તેઓ ખૂબ સક્રિય હતાં, જેના કારણે તેમને 10 મહિનાની જેલની સજા થઈ હતી. અસહકારની ચળવળમાં પણ તેમણે જેલવાસ ભોગવ્યો હતો. મુંબઈમાં તેઓ પાર્લામેન્ટરી સેક્રેટરી પણ બન્યાં હતાં. યુનિ. ગ્રાન્ટ કમિશન અને મ્યુનિસિપલ શાળા સમિતિના સભ્ય તરીકે, તેમજ 1956માં મુંબઈ રાજ્યના સમાજકલ્યાણ ખાતાના મંત્રી તરીકે તેમણે ઉત્તમ કામ કર્યાં. અવિભાજિત મહારાષ્ટ્રમાં 1952થી 1960 સુધી તેઓ મુંબઈ રાજ્યના નાયબ શિક્ષણમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતાં ઇન્દુમતીબહેને 1962થી 1967 સુધી ગુજરાત રાજ્યનાં પ્રથમ શિક્ષણમંત્રી તરીકે ખૂબ ઉત્તમ કાર્ય કર્યું હતું. પોતે ગાંધીજીના આદર્શોને અનુરૂપ આજીવન સાદગીપૂર્ણ જીવન જીવ્યાં અને પોતાની મૂડીનો ઉપયોગ લોકકલ્યાણ માટે કર્યો. ખાદીની ચાદરમાં લપેટાયેલાં એ દેહ પાછળ અનેક બહેનોનું આક્રંદ છુપાયેલું હતું. ઈતિ પ્રેમની પરીક્ષા પ્રેમથી જ કરવી જોઈએ. - કાલિદાસ
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:એક બાજુ પ્રમોશન છે તો બીજી બાજુ પરેશાની
    Next Article
    અક્ષરનો અજવાસ:અમે બરફનાં પંખી, ટહુકો કરીએ ને ઓગળી જઈએ...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment