Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતને 'ક્લાયમેટ સ્માર્ટ સિટી' બનાવવા મનપાની કવાયત:ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર

    1 day ago

    સુરત મહાનગરપાલિકા અને UHCRCEના સંયુક્ત ઉપક્રમે આજરોજ 10 માર્ચ 2026ના રોજ ICCC ખાતે શહેરના આબોહવાકીય પડકારોનો સામનો કરવા અને 'અર્બન લિવબિલિટી' સુધારવા માટે એક વિશેષ વર્કશોપ ‘શેપિંગ સુરત’નું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ), ICLEI અને RUVISION થીંક લેબના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટેકનોલોજી પર ભાર વર્કશોપ દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલ 'Child Friendly City' અને 'Heat Resilient City' જેવા મહત્વના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે માત્ર શહેરની સીમાઓ પૂરતું મર્યાદિત ન રહેતા બારડોલી અને નવસારી જેવા આસપાસના વિસ્તારોને સાંકળીને એક સંકલિત આયોજન કરવાની તાતી જરૂરિયાત છે. જો તમામ વિભાગો સ્પર્ધા છોડીને એકબીજાના પૂરક બનીને કામ કરશે, તો જ સુરતને ખરા અર્થમાં રેસિલિયન્ટ શહેર બનાવી શકાશે. AI અને ડેટા સિસ્ટમનો ઉપયોગ વર્કશોપમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી RUVISION થીંક લેબ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વોર્ડ સ્તરે હવામાનની સચોટ આગાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેનાથી પૂર, અતિવૃષ્ટિ કે પ્રદૂષણ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોને સમયસર ચેતવણી આપી જાન-માલનું નુકસાન અટકાવી શકાય. ICLEIના પ્રતિનિધિઓએ આબોહવા પરિવર્તનના આર્થિક અને સામાજિક નુકસાનના આકલન માટે સચોટ ડેટા સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. આ સિસ્ટમ દ્વારા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્લાયમેટ ફંડ મેળવવામાં પણ મદદ મળશે. મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ ભાગ લીધો UHCRCE દ્વારા સુરતની ભૌગોલિક સ્થિતિ મુજબ ‘હીટ એક્શન પ્લાન’ ના અમલીકરણ અને વિવિધ વિભાગોની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત મનપાના આરોગ્ય, ટાઉન પ્લાનિંગ, ફાયર, ટ્રાન્સપોર્ટ અને આઈ.એસ.ડી જેવા વિભાગો ઉપરાંત UNEP, SVNIT અને જાણીતી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના માણાવાવમાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો ને સાવજ મોઢામાં પકડી ઢસડી ગયો, માનવભક્ષીને પાંજરે પૂરવા ફોરેસ્ટની 3 ટીમ બનાવાઈ
    Next Article
    30 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી:ખજોદમાં કચરાના ડુંગરો ખડકાતા રોકવા પાલિકાનું 277 કરોડનું માસ્ટર પ્લાનિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment