Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી:ખજોદમાં કચરાના ડુંગરો ખડકાતા રોકવા પાલિકાનું 277 કરોડનું માસ્ટર પ્લાનિંગ

    2 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવી રાખવા અને ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના ડુંગરો થતા અટકાવવા માટે એક મોટું અને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016'ને અનુરૂપ આગામી 3 વર્ષ માટે અંદાજે 30 લાખ મેટ્રિક ટન ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવા માટે 277.26 કરોડના અંદાજોને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. વિવાદી એજન્સીના ભરોસે રહેવાને બદલે 'પ્લાન-B' તૈયાર હાલમાં ખજોદ સાઈટ પર કચરાના નિકાલની કામગીરી જે એજન્સી સંભાળી રહી છે તે વિવાદોમાં ઘેરાયેલી છે. જો ભવિષ્યમાં આ એજન્સી કામગીરી બંધ કરે અથવા ટેકનિકલ કારણોસર અટકી પડે, તો આખું સુરત શહેર કચરાના ઢગલામાં ફેરવાઈ શકે છે. આ ગંભીર કટોકટીને ટાળવા માટે મનપા કમિશનર અને સ્થાયી સમિતિએ એડવાન્સ પ્લાનિંગ પર ભાર મૂક્યો છે. વિવાદી એજન્સીના ભરોસે બેસી રહેવાને બદલે મનપાએ નવું ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી લીધી છે. આંકડાની નજરે સુરતનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલથી પર્યાવરણને નુકસાન અટકશે આ પ્રોજેક્ટ હેઠળ માત્ર કચરો એકઠો જ નહીં કરવામાં આવે, પરંતુ તેનું સાયન્ટિફિક પ્રોસેસિંગ કરવામાં આવશે. આનાથી જમીન પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યામાં ઘટાડો થશે. પાલિકાનો ઉદ્દેશ્ય ખજોદ સાઈટને ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી મુક્ત કરી તેને ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવાનો છે. 277 કરોડના ખર્ચે લેન્ડફિલ સાઈટના ભારણને ઘટાડવા માટે આધુનિક મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે સ્થાયી સમિતિએ આ મસમોટા પ્રોજેક્ટના અંદાજોને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે વિલંબ કર્યા વગર તુરંત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી શકાય. આ એક પ્રકારે મનપાનું એડવાન્સ સિક્યુરિટી પ્લાનિંગ છે, જેથી શહેરમાં કચરાના નિકાલની વ્યવસ્થા એક મિનિટ માટે પણ ખોરવાય નહીં. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર-1 જાળવી રાખવાનો પ્રયાસ સુરત શહેર દેશમાં સ્વચ્છતા બાબતે અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા પાલિકા આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જો 30 લાખ મેટ્રિક ટન કચરાનો યોગ્ય નિકાલ થશે, તો ખજોદ વિસ્તારની આસપાસ રહેતા હજારો રહીશોને પણ કચરાની દુર્ગંધ અને પ્રદૂષણમાંથી કાયમી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરતને 'ક્લાયમેટ સ્માર્ટ સિટી' બનાવવા મનપાની કવાયત:ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર
    Next Article
    Gujarat Heatwave News | 5 શહેરમાં 41 ડિગ્રીને વટાવી ગયો પારો | Weather Updates | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment