Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ!':સામાન્યસભા બાદ ભાજપ-આપ વચ્ચે બથંબથી ને ખેંચાખેંચીથી મનપા ઓફિસ સમરાંગણ બની, મેયર માવાણીએ મૂઠીઓ વાળી

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ ગરમાગરમી દરમિયાન 'આપ'ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં મામલો વધુ બિચકાયો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરોએ આ લેપટોપ તોડ્યું છે કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે 'આપ'ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથપાઈ થતા રહી ગઈ હતી, જ્યારે ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કર્યો હતો કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા વિવાદ વધ્યો હતો. અંતે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ! ’ સામાન્ય સભા બાદ સુરત મહાનગરપાલિકાની કચેરીમાં યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર રચના હિરપરાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને કહ્યું હતું કે, ‘તમારાથી કશું થાય નહીં; ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ! પહેલા મેયર દક્ષેશ માવાણી ભાગ્યા હતા, હવે તમે લોકો ભાગો છો. હવે તમને ડર લાગે છે, જવાબ દેવો અઘરો લાગે છે.’ પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી અને બબાલ આ દરમિયાન એકતરફ 'હાય રે ભાજપ હાય હાય'ના નારા લાગી રહ્યા હતાં, તો બીજી બાજુ ભાજપના કોર્પોરેટરો 'આપિયા હાય હાય'ના નારા લગાવતા હતા. વિરોધ ચાલી રહ્યો હતો તે દરમિયાન મેયર દક્ષેશ માવાણી બહાર આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ તેમને કહ્યું કે, 'તમને લેપટોપ બતાવ્યું તો એમાં શું સમસ્યા થઈ ગઈ? એમાં પાંચ વર્ષનો લેખાજોખા હતો.' 'આપ'ના તમામ કોર્પોરેટરોએ મેયરને ઘેરી લીધા હતા, જેના કારણે મેયર માર્શલના સુરક્ષા ઘેરા વચ્ચે બહાર નીકળતા નજરે પડ્યા હતા. આ ખેંચતાણ વચ્ચે વિપક્ષના નેતા પાયલ સાકરીયા ભાજપના કોર્પોરેટર વૈશાલીને 'ડરપોક' કહીને સંબોધે છે. જ્યારે મહિલા માર્શલો આપના મહિલા કોર્પોરેટરોને બળપૂર્વક હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં. 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ "સનાતન ધર્મની જય" ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયા સુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે મેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે. સુરત મનપા બિલ્ડિંગ ઈતિહાસ વર્ષ 1868માં 33080 રૂપિયાના ખર્ચે સરાઈને મ્યુનિસિપાલટીમાં બદલવામાં આવ્યું હતું. સુરત બંદરગાહમાંથી ઉપજતી રેવન્યુમાંથી આ સરાઈનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં બાદશાહના પૈસા લાગેલા નથી. આ મિલકતનો ઉપયોગ અંગ્રેજોના સમયમાં મિલિટરી હથિયારો શસ્ત્રોના ગોડાઉન તરીકે ઉપયોગમાં થતો હતો. 'તાપી શુદ્ધિકરણ વિશે આપણે શું કર્યું?' પાયલ સાકરીયાએ પોતાના સંબોધનમાં તાપી ભવન અને તાપી પુરાણ નામકરણ કરાયું તે દરખાસ્તને આવકારી હતી અને તેણે જણાવ્યું હતું કે તાપીને આપણે આટલું માન આપીએ છીએ પણ તાપી શુદ્ધિકરણ વિશે આપણે શું કર્યું? પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા અમુક અધિકારીઓને માનીતા રાખીને તેમને અનેક સ્થાને મોકલી દેવાયા. તેમની અદભુત પ્રતિષ્ઠાથી તેમને ડેપ્યુટી કમિશનર બનાવી દેવાયા તેમણે ચાલુ નોકરીએ એલએલબી કર્યું. આ મહાનુભાવો બીજું કોઈ નહીં પણ આપણા સ્વાતિબેન દેસાઈ છે તેમને નામ લઈને જ આ અધિકારી પર આકરા પ્રહાર કર્યા હતાં. 'ભાજપા અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે' સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી તેમની પાસે જે ડિપાર્ટમેન્ટ હતા તેની ખાતાકીય તપાસ કરવામાં આવે અને કસૂરવાર સાબિત થાય તો તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તેમના થકી પાલિકાને જે નુકસાન થયું છે તેની તેમના દ્વારા ભરપાઈ કરવામાં આવે. ₹200 કરોડના ચર્ચિત કચરા કૌભાંડમાં જે કોન્ટ્રાક્ટરો ખરડાયેલા હતા, તેમને જ ફરીથી કોન્ટ્રાક્ટ આપીને શાસકોએ તેમનો બચાવ કર્યો છે. પાયલ સાકરિયાએ આરોપ લગાવ્યો કે ભાજપા અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત છે, જેના કારણે ભ્રષ્ટ એજન્સીઓ સામે કડક પગલાં લેવાતા નથી. 'અત્યાર સુધી તેમને નામકરણ કેમ યાદ ન આવ્યું? ' સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ અત્યાર સુધી તેમને નામકરણ કેમ યાદ ન આવ્યું? નામ બદલવાથી કરેલા ભ્રષ્ટાચારના ડાઘ ધોવાઈ જવાના નથી મેયર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ઝપાઝપી દરમિયાન જ્યારે પાયલ સાકરિયાએ છેલ્લા પાંચ વર્ષના ભ્રષ્ટાચારનો હિસાબ માંગ્યો, ત્યારે વાતાવરણ વધુ ગરમાયું હતું. મેયરે કહ્યું, તમારે ના સાંભળવું હોય તો બહાર નીકળી જાઓ અંતે મેયર દ્વારા પોતાનું સંબોધન કરવામાં આવ્યું ત્યારે આપના કોર્પોરેટર મહેશભાઈએ મેયરને વચ્ચે રોકતા કહ્યું કે, તમે પાંચ વર્ષના આંકડાની વાત ના કરો આંકડા તો અમે બજેટમાં સાંભળ્યા જ છે ભવિષ્યમાં શું થવાનું છે. તેની વાત કહો ત્યારે મેયરે કહ્યું તમારે ના સાંભળવું હોય તો બહાર નીકળી જાઓ અને પછી આપના કોર્પોરેટરો દ્વારા લેપટોપ પર સુત્રો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો અને તે બાદ સ્થિતિ વણસી અને માર્શલના જવાનો સાથે લેપટોપની ખેંચતાણમાં લેપટોપને નુકસાન થયું. આમને સામને ના બોલવાના શબ્દો બોલાતા મામલો બિચકયો આ લેપટોપને નુકસાન થતાં આપના નેતાઓ રોષે ભરાયા હતા અને લેપટોપ લઈ મેયર સમક્ષ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે અને તે બાદ ફરી પાછા સામસામા પક્ષ વિપક્ષ દ્વારા સૂત્રોચાર અને ધક્કા મૂકી થઈ હતી. જોકે માર્શલના જવાનોએ મેયરને ઘેરીને એક તરફ લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ ત્યારબાદ પક્ષ અને વિપક્ષના લોકો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આમને સામને ના બોલવાના શબ્દો બોલાતા મામલો બિચકયો હતો. જવાનો આપના કોર્પોરેટરો સામે ચૂપચાપ ઊભા આપના નેતાઓએ માર્શલના જવાનોને કહ્યું આ સરકારી પ્રોપર્ટી છે તમે કહેતા હતા કે તુટશે તો નવું લાવી દઈશું તો લાવી દેશો, માર્શલના જવાનો એક પણ શબ્દ બોલ્યા વગર આપના કોર્પોરેટરો સામે ચૂપચાપ ઊભા રહ્યા. હેમાલી બોઘાવાલાએ1995થી જે મેયરો હતા તે બધાને યાદ કર્યા ભાજપના કોર્પોરેટર હેમાલી બોઘાવાલાએ સામાન્ય સભામાં પોતાનું સંબોધન કરતી વખતે 1995થી જે મેયરો હતા તે બધાને યાદ કર્યા હતા અને તેમને પોતાના પાંચ વર્ષના કામોને વાગોળ્યા હતાં અને તેમણે તે પણ કહ્યું હતું કે, આ સદન જ્યારથી બન્યું ત્યારથી કોઈ વિપક્ષ સત્તામાં આવી શક્યો નથી અને તેમને જણાવ્યું હતું કે પોતાના વિસ્તારની જવાબદારી ઓછા વત્તા પ્રમાણમાં પૂરી કરી શક્યા છીએ અને વિપક્ષ પાસેથી ઘણું શીખવા મળ્યું તેથી તેમનો આભાર માનીએ છીએ અને અંતે તેમણે કહ્યું સુરતના વિકાસની વાત કરશે ત્યારે આ ખુરશી પર બેઠેલો દક્ષેશ લોકોને યાદ આવશે અને સદનને ઘૂંટણ પર બેસીને બે હાથ જોડી નમન કર્યું. ભાજપની મહિલા કોર્પોરેટરો સેલ્ફી લીધી આજે મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા હતી, તેથી ભાજપની મહિલા કોર્પોરેટરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા કોર્પોરેટરો એકબીજાને ગળે મળી હતી અને સદનમાં સેલ્ફી સ્ટેશન ચાલુ કરી દીધું હતું. સામાન્ય સભા ચાલુ થાય તે પહેલા જ મહિલા કોર્પોરેટર હોય પોતાનું ફોટો સેશન ચાલુ કરી દીધું હતું અને થોડીવાર માટે તેમણે તેમની આ છેલ્લી સામાન્ય સભાની યાદો પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ પણ વાંચો સુરત શહેરના 75 વિસ્તારના નામ બદલાયા એક મહિના પહેલાં સુરત શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદની માનસિકતાને નાબૂદ કરવા તરફ મહાપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું હતું. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    કૃતિકા કામરા અને ગૌરવ કપૂરની અનોખી કંકોત્રી:રિસેપ્શનને બદલે 'ધ પાર્ટી, આફ્ટર' નામથી ખાસ ઉજવણી, લખ્યું- 'વહેલા આવજો, મોડે સુધી રોકાજો'
    Next Article
    પોરબંદરમાં 15 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનશે:છાંયા વિસ્તારમાં 2 કિમી લાંબો આધુનિક માર્ગ શહેરને નવી ઓળખ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment