Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃતિકા કામરા અને ગૌરવ કપૂરની અનોખી કંકોત્રી:રિસેપ્શનને બદલે 'ધ પાર્ટી, આફ્ટર' નામથી ખાસ ઉજવણી, લખ્યું- 'વહેલા આવજો, મોડે સુધી રોકાજો'

    1 day ago

    ટીવી સિરિયલ 'કિતની મહોબ્બત હૈ' ફેમ એક્ટ્રેસ કૃતિકા કામરા અને ટીવી હોસ્ટ-એક્ટર ગૌરવ કપૂરના લગ્નને લઈને હવે ધીમે ધીમે નવી નવી વિગતો સામે આવવા લાગી છે. બંને 11 અને 12 માર્ચે મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા તેમનું વેડિંગ ઇનવાઇટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે, કારણ કે તેની શૈલી પરંપરાગત લગ્ન નિમંત્રણથી બિલકુલ અલગ અને ખૂબ જ મજેદાર છે. પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવણી કરશે કૃતિકા અને ગૌરવે તેમના લગ્નને ખૂબ ભવ્ય બનાવવાને બદલે તેને નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે ખાનગી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જોકે સમારોહ ખાનગી હશે, પરંતુ તેમાં ફિલ્મ અને રમત જગત સાથે જોડાયેલા ઘણા જાણીતા ચહેરાઓ સામેલ થઈ શકે છે. ‘ધ પાર્ટી, આફ્ટર’ નામે ખાસ સેલિબ્રેશન આ લગ્નની સૌથી ખાસ વાત તેમનું અનોખું વેડિંગ ઇનવાઇટ છે. સામાન્ય રીતે લગ્નોમાં રિસેપ્શન કે કોકટેલ પાર્ટીનું આયોજન થાય છે, પરંતુ કૃતિકા અને ગૌરવે તેની જગ્યાએ 'ધ પાર્ટી, આફ્ટર' નામે એક ખાસ લેટ-ઇવનિંગ સેલિબ્રેશન રાખ્યું છે. આ પાર્ટી ખરેખર એક પ્રકારની આફ્ટર-પાર્ટી હશે, જ્યાં મહેમાનો ઔપચારિકતાથી દૂર રહીને આરામથી બેસીને સંગીત, વાતચીત અને ઉત્સવનો આનંદ માણી શકશે. ઇનવાઇટમાં મહેમાનોને વહેલા આવવા, આરામથી બેસવા અને રાતભર ખૂલીને આનંદ માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેઝ નાઇટ અને સ્પીકઇઝી બાર જેવું હશે વાતાવરણ માહિતી અનુસાર, આ ખાસ પાર્ટી સાઉથ મુંબઈના એક પ્રાઈવેટ વેન્યુ પર આયોજિત કરવામાં આવશે. અહીંનું વાતાવરણ જેઝ નાઇટ અને સ્પીકઇઝી બારથી પ્રેરિત રાખવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે, પાર્ટીમાં હળવું સંગીત, ક્લાસી ડેકોર અને એક રિલેક્સ્ડ વાતાવરણ જોવા મળશે. ઇનવાઇટની ડિઝાઇન પણ ઘણી ખાસ છે. એમાં મોનોક્રોમ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એલિગન્ટ અને સ્ટાઇલિશ લુક આપે છે. સાથે જ એમાં હળવો અને મજેદાર ટેક્સ્ટ રાખવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટપણે ખબર પડે છે કે આ કપલ પોતાના લગ્નને ઔપચારિક ઓછું અને યાદગાર વધુ બનાવવા માંગે છે. 3 મહિના પહેલા રિલેશનશિપ કન્ફર્મ કર્યું હતું કૃતિકાએ ઇન્સ્ટાગ્રામ પર ગૌરવ સાથે ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કૃતિકા અને ગૌરવ રેસ્ટોરન્ટમાં બેઠેલા જોવા મળી રહ્યા હતાં. કૃતિકાએ તસવીરોના કેપ્શનમાં લખ્યું- 'બ્રેકફાસ્ટ વિથ.' કૃતિકાએ ટીવીથી ફિલ્મો સુધીની સફર ખેડી કૃતિકા કામરાએ 'કિતની મહોબ્બત હૈ' સિરિયલથી ઘરે ઘરે ઓળખ મેળવી હતી. બાદમાં તે 'કુછ તો લોગ કહેંગે' અને 'રિપોર્ટર્સ' જેવા હિટ શોમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ફિલ્મો અને વેબસિરીઝની દુનિયામાં પગ મૂક્યો અને તેમાં પણ છવાઈ ગઈ. કૃતિકા 'તાંડવ' (2021), 'બંબઈ મેરી જાન' (2023) અને 'ભીડ' (2023) જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂકી છે. ઉત્તર પ્રદેશના બરેલીની મૂળ વતની કૃતિકાએ નવી દિલ્હીના એનઆઈએફટીમાંથી ફેશન કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તાજેતરમાં કૃતિકા નેટફ્લિક્સની સિરીઝ 'સારે જહાં સે અચ્છા'માં જોવા મળી હતી. હાલમાં તે 'પીપલી લાઇવ' ફેમ ડિરેક્ટર અનુષા રિઝવીની આગામી વુમન સેન્ટ્રિક ડ્રામા ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ગૌરવ કપૂરની કરિયર જર્ની રહી છે રસપ્રદ દિલ્હીના રહેવાસી ગૌરવ કપૂરે માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરીને વેંકટેશ્વર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત એફએમ રેડિયોથી કરી અને બાદમાં 'ચેનલ વી' પર વીજે બન્યો. તે એક ક્રિકેટ અને ટીવી પ્રેઝેન્ટેટરની સાથે એક્ટર પણ છે. તે IPL (ઇન્ડિયન પ્રિમિયર લીગ)ના મેચ પહેલાના શો, ટી20 મેચની કવરેજ અને પોતાના લોકપ્રિય યુટ્યુબ શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ' માટે પણ જાણીતા છે. તેણે 2003માં 'ડરના મના હૈ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે 'શ્શ્શ', 'રામ ગોપાલ વર્મા કી આગ', 'અગલી ઓર પગલી', 'અ વેન્સડે', 'ક્વિક ગન મુરુગન', 'ચલા મુસદ્દી ઓફિસ ઓફિસ' અને 'કાઇ પો છે!' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. 'કિતની મહોબ્બત હૈ'ના કૉ-સ્ટારના પ્રેમમાં હતી કૃતિકા બંનેની પર્સનલ લાઇફની વાત કરીએ તો, કૃતિકા 'કિતની મહોબ્બત હૈ' સિરિયલના કૉ-સ્ટાર કરણ કુંદ્રાને ડેટ કરી ચૂકી છે. તેની સાથે બ્રેકઅપ પછી થોડા સમય માટે એક્ટ્રેસનું નામ જેકી ભગનાની સાથે પણ જોડાયું હતું. જ્યારે, ગૌરવે વર્ષ 2014માં મોડલ કીરત ભટ્ટલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, વર્ષ 2021માં બંને અલગ થઈ ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    MIT’s new ‘Silent Sense’ wearable lets you talk to AI and others without uttering a single word
    Next Article
    'ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ!':સામાન્યસભા બાદ ભાજપ-આપ વચ્ચે બથંબથી ને ખેંચાખેંચીથી મનપા ઓફિસ સમરાંગણ બની, મેયર માવાણીએ મૂઠીઓ વાળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment