Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ!:સામાન્યસભા બાદ ભાજપ-આપ વચ્ચે બથંબથી ને ખેંચાખેંચીથી મનપા ઓફિસ સમરાંગણ બની, મેયર માવાણીએ મૂઠીઓ વાળી

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ ગરમાગરમી દરમિયાન 'આપ'ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં મામલો વધુ બિચકાયો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરોએ આ લેપટોપ તોડ્યું છે કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે 'આપ'ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથપાઈ થતા રહી ગઈ હતી, જ્યારે ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કર્યો હતો કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા વિવાદ વધ્યો હતો. અંતે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી અને બબાલ આ સમગ્ર બબાલ ચાલી રહી હતી, જેમાં ભાજપ દ્વારા ‘હાયરે આપ્યા હાય હાય’ લગાવ્યા હતા અને પછી સામે આપ દ્વારા પણ ‘હાય રે ભાજપ હાય’ના નારા લાગી રહ્યા હતાં. ત્યારે આપના એક મહિલા કોર્પોરેટર ના બોલવાનું બોલ્યા ને મામલો બિચક્યો હતો. ભાજપના કોર્પોરેટર ઉર્વશીબેને ઉગ્ર સ્વરૂપે બબાલ કરતા જોવા મળ્યા હતાં. 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ "સનાતન ધર્મની જય" ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયા સુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે મેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે. સુરત મનપા બિલ્ડિંગ ઈતિહાસ વર્ષ 1868માં 33080 રૂપિયાના ખર્ચે સરાઈને મ્યુનિસિપાલટીમાં બદલવામાં આવ્યું હતું. સુરત બંદરગાહમાંથી ઉપજતી રેવન્યુમાંથી આ સરાઈનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં બાદશાહના પૈસા લાગેલા નથી. આ મિલકતનો ઉપયોગ અંગ્રેજોના સમયમાં મિલિટરી હથિયારો શસ્ત્રોના ગોડાઉન તરીકે ઉપયોગમાં થતો હતો. આ પણ વાંચો સુરત શહેરના 75 વિસ્તારના નામ બદલાયા એક મહિના પહેલાં સુરત શહેરમાં સામાજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદની માનસિકતાને નાબૂદ કરવા તરફ મહાપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું હતું. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકો દ્વારા સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Editor’s View : યુદ્ધ વખતે જ ઈરાનના બે દોસ્ત ચૂપ:પડદા પાછળ રશિયા અને ચીન ખિચડી રાંધે છે; કેમિકલ વેપન ભરેલા ચીનથી નીકળેલા બે જહાજનું રહસ્ય ઘેરાયું
    Next Article
    છોટાઉદેપુરના કુંડા ગામની પ્રસૂતાને ઝોળીમાં ઊંચકવી પડી:ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં હોસ્પિટલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment