Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈસનપુરમાં જેઠે નાના ભાઈની પત્ની પર નજર બગાડી:શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું, ના પાડતા મહિલા દિવસે જ રાત્રે લાજ લેવાનો પ્રયાસ કર્યો

    1 day ago

    અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતાને શરીર સંબંધ માટે જેઠ દ્વારા દબાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાત્રિના સમયે પરણીતા એકલી હતી ત્યારે જેઠ દ્વારા તેને પકડીને જબરજસ્તી કરવામાં આવી હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી આસપાસના લોકો અને પરિણીતાના પતિ આવી ગયા હતા. આ મામલે પરણીતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એક વાર પરિણીતાએ જતું કર્યું તો બીજીવાર માગણી કરી મળતી માહિતી મુજબ શહેરના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષે પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં સાસુ સસરા અને તેના જેઠ પણ રહે છે. 15 દિવસ પહેલા પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે રાત્રિના સમયે તેમના જેઠ તેની પાસે આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. જેના કારણે તેઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી અને આ બાબતે ઘરમાં કોઈને વાતચીત કરી નહોતી. પરણીતાના જેઠ ઘરમાં જ રહેતા હતા અને કોઈ વાતચીત કરતા નહોતા જેથી મોટું મન રાખીને પરણીતાએ તેને માફ કરી દીધા હતા. મહિલા દિવસે જ લાજ લેવાનો પ્રયાસ કર્યો 8 માર્ચના રોજ રાત્રે 10:30 થી 11 ની વચ્ચે પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે ફરીથી તેના જેઠ તેની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ના પાડી દીધી હતી જેથી જેઠ ગુસ્સે થઈ ગયા હતા અને તેને જબરજસ્તી પકડી લીધી હતી જેથી તેના બ્લાઉઝ પણ ફાટી ગયું હતું. પરણીતા ડરી ગઈ હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી તે દરમિયાનમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને મહિલાના પતિ પણ ઘરે આવી ગયા હતા જેથી આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પરણીતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોથાણબ્રિજ પર બે ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર:કેબિન દબાઈ જતાં ડ્રાઈવર બરોબરનો ફસાયો; ફાયર બ્રિગેડે પતરા કાપી બહાર કાઢ્યો
    Next Article
    એક જ દિવસમાં આગની 3 ઘટનાં:રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા 9 બાઈક અને સર્વિસ સ્ટેશનમાં અર્ટિગા કાર બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment