Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોથાણબ્રિજ પર બે ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર:કેબિન દબાઈ જતાં ડ્રાઈવર બરોબરનો ફસાયો; ફાયર બ્રિગેડે પતરા કાપી બહાર કાઢ્યો

    1 day ago

    સુરત શહેરના કોસાડ ફાયર સ્ટેશન હેઠળ આવતા ગોથાણબ્રિજ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી આ ટક્કરમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢ્યો હતો. કેબિનનો ભાગ કચડાઈ જતાં ડ્રાઈવર ફસાઈ ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત આજ રોજ સર્જાયો હતો. અમરોલીથી રંગોલી ચોકડી તરફ જતા ગોથાણબ્રિજ પર એક ટ્રકની પાછળ બીજી ટ્રક (નંબર: GJ 05 GV 1777) ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો ઘટનાની જાણ થતા જ કોસાડ ફાયર સ્ટેશનના અધિકારી મારુતિ સોનવણે અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આશરે એક કલાકની જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માતને પગલે ઉત્રાણ પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા ટ્રકનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ રેંજના નવા DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાનો પદભાર:​જૂનાગઢ રેંજના નવા DIG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો: પ્રજાની સુરક્ષા સર્વોપરી અને ગુંડાગીરી ડામવા પોલીસનું આકરું વલણ
    Next Article
    ઈસનપુરમાં જેઠે નાના ભાઈની પત્ની પર નજર બગાડી:શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું, ના પાડતા મહિલા દિવસે જ રાત્રે લાજ લેવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment