Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નેશનલ સેફ્ટી વીક’ અંતર્ગત મોકડ્રિલ:અલંગમાં ગેસ કટિંગ વિસ્ફોટ અને કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂની મોકડ્રિલ યોજાઈ

    1 day ago

    અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નેશનલ સેફ્ટી વીક 2026 નિમિત્તે ઓફ-સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, નેશનલ સેફ્ટી વીક 2026 ના અવસર પર અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્લોટ નં. 25 ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં જહાજના ડબલ બોટમ વિસ્તારમાં ગેસ કટિંગ દરમિયાન વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ડ્રિલ દરમિયાન ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂ, આગ બુઝાવવાની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સારવાર જેવી મહત્વપૂર્ણ કામગીરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવી તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારી મજબૂત બનાવવી હતો, આ મોકડ્રિલ દરમિયાન પોર્ટ ઓફિસર, અલંગની હાજરીમાં તળાજા પ્રાંત અધિકારી તથા ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સેવાસેતુ કાર્યક્રમમાં વઢવાણ મામલતદારની સરાહનીય કામગીરી:વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય માટે તાત્કાલિક કાર્યવાહી
    Next Article
    છાશવારે અકસ્માતોની હારમાળાથી ઇન્દ્રોડા ગ્રામજનો ત્રસ્ત:ગાંધીનગરના જ રોડ પર વિદેશી યુવાનના કરુણ મોત બાદ ચક્કાજામના પ્રયાસથી પોલીસ દોડતી થઈ, બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment