Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાશવારે અકસ્માતોની હારમાળાથી ઇન્દ્રોડા ગ્રામજનો ત્રસ્ત:ગાંધીનગરના જ રોડ પર વિદેશી યુવાનના કરુણ મોત બાદ ચક્કાજામના પ્રયાસથી પોલીસ દોડતી થઈ, બંદોબસ્ત ગોઠવાયો

    1 day ago

    ગાંધીનગરનો VIP રોડ અકસ્માતોનો ડેથ ઝોન બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ માર્ગ પર નાના મોટા અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થતાં આજે ઈન્દ્રોડા ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજે સવારે બનેલી એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં વિદેશી યુવાનનું કરુણ મોત નીપજતા ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામજનોએ ચક્કાજામની તૈયારી કરતા પોલીસ દોડતી થઈ આજે સવારે VIP ગણાતા જ - રોડ પરથી પસાર થઈ રહેલા સુદાનના આશાસ્પદ યુવાનને અકસ્માત નડ્યો હતો.જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ઈન્દ્રોડા ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિક નિયમોના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ રોડ પર વધતા જતા અકસ્માતોના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પર ચક્કાજામ કરવાની તૈયારી કરી હતી. જોકે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અથવા સતત પોલીસ પેટ્રોલિંગ દ્વારા વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવામાં આવે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ આ વીઆઇપી રોડ હોવા છતાં સુરક્ષા અને ગતિ મર્યાદાના કડક અમલીકરણના અભાવે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં પોલીસે ગ્રામજનોને સમજાવી શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ અકસ્માતની આ હારમાળાને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ‘નેશનલ સેફ્ટી વીક’ અંતર્ગત મોકડ્રિલ:અલંગમાં ગેસ કટિંગ વિસ્ફોટ અને કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂની મોકડ્રિલ યોજાઈ
    Next Article
    Surat Fire News | મહિધરપુરાની આંગડિયા પેઢીમાં લાગી ભીષણ આગ | AC compressor burst | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment