Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવાસેતુ કાર્યક્રમમાં વઢવાણ મામલતદારની સરાહનીય કામગીરી:વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય માટે તાત્કાલિક કાર્યવાહી

    1 day ago

    સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણ મામલતદાર આર.કે. પંચાલની સરાહનીય કામગીરી જોવા મળી હતી, જ્યાં તેમણે વૃદ્ધ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં મદદ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, નગરા ગામના 70 વર્ષીય કનુભેન ભગવાનભાઈને ઘણા વર્ષોથી વૃદ્ધ પેન્શન મળતું ન હતું. તેમના પતિથી અલગ રહી તેઓ છેલ્લા 35 વર્ષથી પિયરમાં માતા-પિતા સાથે રહે છે. કનુભેન વિધવા ન હોવાથી અને પુત્રો હયાત હોવાથી તેમને સરકારી સહાય મળતી ન હતી, જેના કારણે વૃદ્ધ પેન્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ બાબતે નગરા ગામના સરપંચ રમાબા પ્રવીણદાન ગઢવીએ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર આર.કે. પંચાલનું ધ્યાન દોર્યું હતું. મામલતદારે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કનુભેનને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે તે માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી, જેનાથી તેમને સહાય મળી શકી. આ ઉપરાંત, નગરા ગામના પ્રેમબેન નરસિંહભાઈના પતિનું 30 વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ તેમના મરણની નોંધણી ક્યાંય કરાવવામાં આવી ન હતી. મરણનો દાખલો ન હોવાને કારણે પ્રેમબેનને છેલ્લા 30 વર્ષથી વિધવા સહાય મળી રહી ન હતી. સરપંચ રમાબાએ આ મુદ્દો પણ અધિકારીઓના ધ્યાને લાવતા, સ્થળ પર જ મરણનો દાખલો મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ કાર્યવાહી દ્વારા પ્રેમબેનને વિધવા સહાય મળી રહે તે માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી. આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધ મહિલા કનુભેન અને પ્રેમબેન તેમજ સરપંચ રમાબાએ સરકાર અને મામલતદાર આર.કે. પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2016થી શરૂ થયેલા 'સેવા સેતુ કાર્યક્રમ' અંતર્ગત હાલ નાગરિકોને 55 સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહ્યો છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જંગલમાંથી ગુમ યુવકનો સડેલો મૃતદેહ મળ્યો:બાર દિવસથી ગુમ અજય પવારની ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    ‘નેશનલ સેફ્ટી વીક’ અંતર્ગત મોકડ્રિલ:અલંગમાં ગેસ કટિંગ વિસ્ફોટ અને કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂની મોકડ્રિલ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment