Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ જંગલમાંથી ગુમ યુવકનો સડેલો મૃતદેહ મળ્યો:બાર દિવસથી ગુમ અજય પવારની ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    ડાંગ જિલ્લાના આહવા નજીકના જંગલ વિસ્તારમાંથી એક યુવકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આહવા નજીકના બંધારપાડા ગામના અજયભાઈ (ડેબે) રાજુભાઈ પવાર તરીકે થઈ છે. આહવા તાલુકાના કાસવદહાડ નજીકના જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિનો સડેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક આહવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મૃતદેહ અજયભાઈ પવારનો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અજયભાઈ છેલ્લા આશરે બાર દિવસથી ગુમ હતા. તેમના પરિવારજનો દ્વારા તેમની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જંગલ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આહવા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આહવા પોલીસ હાલ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરુપે ઉજવણી:આજે મંગલ ભવન ખાતે મહિલા સંમેલન યોજાયું, વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન
    Next Article
    સેવાસેતુ કાર્યક્રમમાં વઢવાણ મામલતદારની સરાહનીય કામગીરી:વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય માટે તાત્કાલિક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment