Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરુપે ઉજવણી:આજે મંગલ ભવન ખાતે મહિલા સંમેલન યોજાયું, વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન

    1 day ago

    સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન કરાયું હતું, જે અન્યો માટે પ્રેરણાદાયક બનશે. જીજ્ઞાબેન પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે. આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ'નો સમાવેશ થાય છે. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગો ક્રાઇસિસના 3 મહિના બાદ CEOનું રાજીનામું:ડિસેમ્બરમાં 3 લાખ મુસાફરો મુસીબતમાં મુકાયા, કંપનીને ₹2000 કરોડનું નુકસાન; ફાઉન્ડર રાહુલ ભાટિયા કમાન સંભાળશે
    Next Article
    ડાંગ જંગલમાંથી ગુમ યુવકનો સડેલો મૃતદેહ મળ્યો:બાર દિવસથી ગુમ અજય પવારની ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment