Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ટ્રકો વચ્ચે થઈ જોરદાર ટક્કર:સુરતના ગોથાણ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલક કેબિનમાં ફસાયો; ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    1 day ago

    સુરત શહેરના કોસાડ ફાયર સ્ટેશન હેઠળ આવતા ગોથાણ બ્રિજ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી આ ટક્કરમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢ્યો હતો. ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત આજ રોજ સર્જાયો હતો. અમરોલીથી રંગોલી ચોકડી તરફ જતા ગોથાણ બ્રિજ પર એક ટ્રકની પાછળ બીજી ટ્રક (નંબર: GJ 05 GV 1777) ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો ઘટનાની જાણ થતા જ કોસાડ ફાયર સ્ટેશનના અધિકારી મારુતિ સોનવણે અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આશરે એક કલાકની જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માતને પગલે ઉત્રાણ પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા ટ્રકનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા પંથકમાં સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભ રાખનાર આરોપી ઝડપાયો:40 વર્ષીય શખ્સે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું
    Next Article
    અમદાવાદમાં ડામર પીગળતા ચંપલ ચોંટ્યા:42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ, 5 શહેરનો પારો 41ને પાર; હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment