Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડામર પીગળતા ચંપલ ચોંટ્યા:42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ, 5 શહેરનો પારો 41ને પાર; હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે

    1 day ago

    ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું છે. તો અમદાવાદ, દીવ, વડોદરા, ડીસા, ભૂજનું મહત્તમ તાપમાન પણ 41 ડિગ્રીને પાર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. અમદાવાદના ખોખરા વોર્ડમાં બે માસ પહેલા બનાવાયેલા રોડનો ડામર પીગળવા લાગ્યો હતો. સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજના મંદિર સુધીના અંદાજે પોણા કિલોમીટરના માર્ગ પર બે સ્તરમાં ડામર રોડ બનાવ્યો હતો. આ રોડ વધુ મજબૂત કરવા તેના પર ડામરનું પડ પાથરીને લિસ્સો કરાયો હતો. જોકે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી ઉપર પહોંચી જતા તેનો રંગ દેખાવા લાગ્યો હતો. આ ડામર પીગળવા લાગતા ઉડીને આવતી રજકણો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ ચોંટવા લાગ્યા અને રાહદારીઓના ચંપલ પણ ચોંટી જતા કેવી ગરમી પડી રહી છે તેનો અહેસાસ શહેરીજનોને અત્યારથી જ થવા લાગ્યો છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સતત બીજા વર્ષે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી યથાવત્ રહી છે. ગત વર્ષે પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જાણો કેટલા શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતા IMD અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે. આ વર્ષે 45થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે તેવી શક્યતા આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે. ગરમીને લીધે સિવિલ 1200 બેડ હોસ્પિટલ સેન્ટ્રલી એસી બનાવાશે સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દી-સગાંને ગરમીમાં તકલીફ ન પડે તે માટે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલમાં વધી રહેલી ગરમીનો ધ્યાનમાં રાખીને 1200 બેડ હોસ્પિટલ અને જૂની સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં 80 કૂલર મૂકવામાં આવશે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, અમે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી. બનાવવાનો અમારો પ્લાન છે, આ પ્લાન માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. જેથી પ્રોજેકટ પર ટુંક સમયમાં કામ શરૂ કરાશે. ટ્રોમા સેન્ટર સહિત ઓ અને ડી-3 અને ડી-5 જેવાં બ્લોકમાં એસીની સુવિધા છે. જેથી એક પછી એક વોર્ડ સહિત સમગ્ર 1200 બેડ હોસ્પિટલમાં એસીની સુવિધા ઊભી કરાશે. કેમ્પસમાં હરતી ફરતી પરબ પણ શરૂ થશે સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં રોજ 10 હજારથી વધુ દર્દી-સગાં અવર-જવર કરે છે. ગરમીમાં તેમને સ્થળ પર પાણીની સુવિધા મળે તે માટે ઇ-રિક્ષા દ્વારા સવારે 9થી 6 દરમિયાન પાણીની પરબ શરૂ કરવામાં આવશે. આ 4 કારણોસર ગરમીમાં વધારો થયો લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બે ટ્રકો વચ્ચે થઈ જોરદાર ટક્કર:સુરતના ગોથાણ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલક કેબિનમાં ફસાયો; ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
    Next Article
    Inside Rashmika Mandanna And Vijay Deverakonda's Pradhanam And Mehendi Ceremony

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment