Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભ્રષ્ટાચારી રાવણ' બનાવી કોંગ્રેસે દક્ષિણ ઝોન ઓફિસે વિરોધ કર્યો:મણિનગર, ઇસનપુર, ખોખરા, લાંભાવોર્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે કોંગ્રેસ અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા મણિનગર, ઇસનપુર, ખોખરા, લાંભાવોર્ડમાં પ્રાથમિક બાબતોને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભ્રષ્ટાચારનો રાક્ષસ બનાવીને સરકાર સામે વિરોધ દર્શાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગટર અને પાણી આપવામાં આવે તેવા પોસ્ટર સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ગાદલા અને માટલા લઈ લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ગાદલા અને માટલા લઈને જોડાયા હતા અને જ્યાં સુધી સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઝોન ઓફિસમાં જ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગટરના પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા હોવાનો પણ કોંગ્રેસ દાવો કરવામાં આવ્યો છે. પાયાની સુવિધાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા વિરોધ દર્શાવી કોંગ્રેસ અને સ્થાનિકોએ માંગ કરી છે. વાનરવટ તળાવમાં થયેલ ડિમોલેશન મામલે પણ રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો. મકાનો તોડી નવા મકાનો ફાળવવામાં આવ્યા ન હોવાનો કોંગ્રેસે અને સ્થાનિકોએ દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે, રાક્ષસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું પ્રતીક છે, જેમાં ગરીબોના મકાન તોડતું બુલડોઝર અને ગટરના પાણી જેવી સમસ્યાઓ દર્શાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે વટવા વોર્ડમાં 25,000થી વધુ લોકો ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને ખુદ પ્રધાનમંત્રીના પૂર્વ મતક્ષેત્ર મણિનગરમાં પણ પાણી અને ગટરની સુવિધાઓનો અભાવ છે. છ મહિનાથી લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હોવા છતાં તેમને નવા મકાનો ફાળવવામાં આવ્યા નથી. જેના વિરોધમાં ગાદલા લઈને આવ્યા છે અને જ્યાં સુધી મકાનો નહીં મળે ત્યાં સુધી ધરણા સાથે અમે આવ્યા છીએ. પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે વિરોધ દર્શાવવા માટે માટલા લઈને આવ્યા છીએ. જે લાયક લોકો છે તેને ઝડપથી આવાસ મળી જશે- ડીવાયએમસી DyMC ભરત પરમારે જણાવ્યું કે, આજે કેટલાક લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમનું આવેદન સ્વીકારવામાં આવ્યું છે. મહત્વની બાબતે છે કે ઇસનપુર અને વાનરવટ તળાવમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા છે, તે લોકોને આવાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વોટર બોડીની અંદર વસવાટ કરી ન શકાય તેવી પોલિસીને ધ્યાને રાખીને ત્યાંના રહેવાસીઓને દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની જે પોલિસી છે કે 2010 પહેલા જે લોકો ત્યાં રહેતા હશે અને તેમની પાસે બે પુરાવા હશે, તે તમામ લાયક લોકોને આવાસ આપવાની હાઉસિંગ પ્રોજેક્ટને દરખાસ્ત કરી દેવામાં આવી છે. હાઉસિંગ પ્રોજેક્ટે આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે. જેથી લાયક લોકોને ઝડપથી આવાસ મળી જશે. વધુમાં ભરત પરમારે જણાવ્યું હતું કે, બીજી એવી પણ રજૂઆત હતી કે, લાંભા અને વટવા જેવા નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. બંને વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી અત્યારે ચાલુ છે, છેલ્લા બે વર્ષમાં ઘણો વિસ્તાર કવર થઈ ગયો છે. જેના આધારે ઘણા લોકોને કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. વિસ્તાર ખૂબ મોટો હોવાથી કામગીરી પૂર્ણ થતા હજુ બે વર્ષનો સમય લાગશે, ત્યારબાદ બધાને ડ્રેનેજ કનેક્શન મળી જશે. નવા પમ્પિંગ સ્ટેશન પણ નવું બની રહ્યું છે, જેના કારણે વટવામાં ડ્રેનેજની સમસ્યાનો મોટા ભાગે અંત આવશે. બિલ્ડરો દ્વારા ખાળકુવાના આધારે BU લેવા બાબતે જે રજૂઆત હતી, તેમાં GDCRની જોગવાઈ મુજબ ખાળકુવાના આધારે પરવાનગી મળતી હોય છે. જ્યારે બિલ્ડર વહીવટ રહેવાસીઓને સોંપી દે છે, ત્યારે સમયાંતરે ખાળકુવા ખાલી કરાવવાની જવાબદારી રહેવાસીઓની રહે છે. કોર્પોરેશનમાં આ માટે એક અલગ વિભાગ છે, જે અરજી કરવા પર નજીવો ચાર્જ લઈને ખાળકુવા ખાલી કરી આપે છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક આતંકવાદી ઠાર:સેનાને બે આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી, બીજાની શોધખોળ ચાલુ
    Next Article
    ગઢડા પંથકમાં સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભ રાખનાર આરોપી ઝડપાયો:40 વર્ષીય શખ્સે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment