Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસ રોડ પરથી ચાલતું આંતરાજ્ય ઠગાઈનું નેટવર્ક:દેશભરમાં લોકોને લોન-જોબના નામે લૂંટતા કોલ સેન્ટરના કિંગને પાસા હેઠળ ભુજ જેલ ભેગો કરાયો

    1 day ago

    સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા લોન અને જોબના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાજ્ય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નિતેશ ખવાણીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોલ સેન્ટરનું નેટવર્ક સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નવેમ્બર મહિનામાં શહેરના બે પોશ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ ‘સ્વસ્તિક યુનિવર્સલ’ બિલ્ડિંગમાં “Smaex Enterprise Pvt Ltd” ના નામે એક ઓફિસ ચાલતી હતી. આ ઉપરાંત, પાલનપુર ગામ પાસે ‘રોયલ ટાઇટેનીયમ’ બિલ્ડિંગમાં પણ અન્ય એક ઓફિસ દ્વારા ઠગાઈનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ કોલ સેન્ટરો દ્વારા દેશભરના લોકોને ઓછા વ્યાજે પર્સનલ કે બિઝનેસ લોન અપાવવાની લાલચ આપવામાં આવતી. પ્રતિષ્ઠિત કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમ કે ફૂલ ટાઈમ જોબની ઓફર કરવામાં આવતી.પ્રોસેસિંગ ફી અને સિક્યોરિટી ડિપોઝિટના નામે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. નિતેશ ખવાણી વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ નિતેશ વિજયકુમાર ખવાણી હતો. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો જેવી કે 318(4) (છેતરપિંડી), 61(2) (ગુનાહિત કાવતરું) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અને સમાજ પર તેની ગંભીર અસરને ધ્યાને રાખીને, સાયબર ક્રાઈમ સેલ દ્વારા તેને 'પાસા' હેઠળ જેલમાં ધકેલવા માટે પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા, આરોપી નિતેશને તાત્કાલિક અસરથી ઝડપી પાડી ભુજ સ્પેશિયલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. કેવી રીતે થતી હતી ઠગાઈ? આ આંતરરાજ્ય ગેંગ ડેટા ચોરી કરીને લોકોના મોબાઈલ નંબર મેળવતી હતી. ત્યારબાદ ટેલિ-કોલર્સ દ્વારા પ્રોફેશનલ રીતે વાત કરીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા. એકવાર ભોગ બનનાર વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરી દે, એટલે આ ગેંગ પોતાના નંબર બદલી નાખતી હતી. સુરત પોલીસની આ કામગીરીથી આવા અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અવિધા ગામે 'જલ અર્પણ દિન'ની ઉજવણી:પાણી સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
    Next Article
    મોડાસાથી ગોધરા જતી કારમાંથી 885 કિલો ગૌમાંસ જપ્ત:મહીસાગર LCBએ હોન્ડા કારને રોકવા છતાં ભાગ્યો, પીછો કરીને ફિલ્મી ઢબે એક આરોપીને ઝડપી પાડ્યો, બીજો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment