Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાથી ગોધરા જતી કારમાંથી 885 કિલો ગૌમાંસ જપ્ત:મહીસાગર LCBએ હોન્ડા કારને રોકવા છતાં ભાગ્યો, પીછો કરીને ફિલ્મી ઢબે એક આરોપીને ઝડપી પાડ્યો, બીજો ફરાર

    1 day ago

    મહીસાગર જિલ્લા પોલીસની સ્થાનિક ગુના નિવારણ શાખા (LCB) એ ગૌમાંસના ગેરકાયદેસર પરિવહન સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મોડાસાથી ગોધરા જઈ રહેલી એક હોન્ડા CR-V કારમાંથી 885 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવાઈ મહીસાગર LCBને બાતમી મળી હતી કે એક કારમાં ગૌમાંસનો જથ્થો ભરીને મોડાસા તરફથી ગોધરા લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે વોચ ગોઠવી હતી. ફિલ્મી ઢબે પીછો અને ધરપકડ બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે હાઈવે પર ભગાવી મૂકી હતી. LCB સ્ટાફે તાત્કાલિક પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપ પાસે કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા સીટ અને ડિક્કીના ભાગે પ્લાસ્ટિકના કોથળામાં ભરેલું પશુનું માંસ મળી આવ્યું હતું. FSL પરીક્ષણમાં આ માંસ ગૌમાંસ હોવાનું ફલિત થયું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત પોલીસે આ કાર્યવાહી દરમિયાન ₹3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: ગૌમાંસ: અંદાજે 885 કિલો (કિંમત ₹1,77,000) વાહન: હોંડા CR-V કાર કુલ મુદ્દામાલ: ₹3,82,000 ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી પકડાયેલ આરોપીની ઓળખ શાહીદ સાદીક હયાત (રહે. ઇદગાહ મહોલ્લા, ગોધરા) તરીકે થઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ મોરવા, ગોધરા બી-ડિવિઝન અને કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. આ કેસમાં સામેલ અન્ય એક શખ્સ અશરફ મકલા હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને આઈ/સી એસ.પી. વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડુમસ રોડ પરથી ચાલતું આંતરાજ્ય ઠગાઈનું નેટવર્ક:દેશભરમાં લોકોને લોન-જોબના નામે લૂંટતા કોલ સેન્ટરના કિંગને પાસા હેઠળ ભુજ જેલ ભેગો કરાયો
    Next Article
    ધો-12 સામાન્ય પ્રવાહ ગુજરાતી પરીક્ષા:12125 વિદ્યાર્થીઓ હાજર, 184 ગેરહાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment